ઝઘડિયા જીઆઈડીસીમાં એક્યુટસ કેમ કંપનીમાં ગેસ ગળતરની ઘટના બની
ઘટનામાં બે કામદારોને ગેસની અસર થતાં તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વર લવાયા ફેક્ટરી સેફ્ટી માટે DISH તેમજ પ્રદૂષણ નિયંત્રણ માટેની સંસ્થા GPCB દ્વારા સ્થળ પર પહોંચી તપાસ ભરૂચ 14 એપ્રિલ (હિ.સ.) શહેરની જાણીતી કંપનીમાં આજે અચાનક થયેલા ગેસ ગળતરને પ
ઝઘડિયા જીઆઈડીસીમાં એક્યુટસ કેમ કંપનીમાં ગેસ ગળતરની ઘટના બની


ઝઘડિયા જીઆઈડીસીમાં એક્યુટસ કેમ કંપનીમાં ગેસ ગળતરની ઘટના બની


ઘટનામાં બે કામદારોને ગેસની અસર થતાં તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વર લવાયા

ફેક્ટરી સેફ્ટી માટે DISH તેમજ પ્રદૂષણ નિયંત્રણ માટેની સંસ્થા GPCB દ્વારા સ્થળ પર પહોંચી તપાસ

ભરૂચ 14 એપ્રિલ (હિ.સ.) શહેરની જાણીતી કંપનીમાં આજે અચાનક થયેલા ગેસ ગળતરને પગલે સમગ્ર પંથકમાં ભય અને ચિંતાનો માહોલ ફેલાયો છે. ઘટનાની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.પ્રાથમિક અહેવાલો અનુસાર, કંપનીના પ્લાન્ટમાં અચાનક ગેસ રિસાવવાની શરૂઆત થઈ હતી. જોકે, આ ગેસ ગળતર પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઉંડાણપૂર્વકની તપાસ પૂર્ણ થયા બાદ જ વાસ્તવિક હકીકત સ્પષ્ટ થશે.

હાલના તબક્કે સાવચેતીના પગલારૂપે કંપનીમાં સુરક્ષા વ્યવસ્થાઓની કડક સમીક્ષા કરવામાં આવી રહી છે. ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ન સર્જાય તે હેતુથી તમામ સેફટી પ્રોટોકોલની તપાસ લેવામાં આવી રહી છે.ગેસ ગળતરની આ ઘટનાને લઈને સ્થાનિક રહીશોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોમાં વ્યાપેલી આશંકાઓને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. સત્તાધીશોએ લોકોને ગભરાવવાની જરૂર નથી તેવી ખાતરી આપી છે અને સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં હોવાનું જણાવ્યું છે.

તપાસ ઘટનાસ્થળે પોંચી તપાસના ચક્રો ગતિમાન કરાયા..કારણ ગેસ ગળતરનું સચોટ કારણ હજુ અકબંધ; તપાસ ચાલુ.પગલાં કંપનીમાં સુરક્ષા વ્યવસ્થાઓનું રિવ્યુ કરવામાં આવી રહ્યું છે.સ્થિતિ તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર.

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande