પોરબંદરમાં 108 બોટ એમ્બ્યુલન્સે માછીમારનો જીવ બચાવ્યો.
પોરબંદર, 14 એપ્રિલ (હિ.સ.) આધુનિક જીવનશેલી ફાસ્ટ યુગમાં તમામ સુવિધાઓ આંગળીનાં ટેરવા પર ઉપલબધ થતી હોઈ છે. જેમની ઍક સેવા પોરબંદર 108 ને માનવામાં આવે છે. બોટ એમ્બ્યુલન્સ ની ટિમમે ફરી એક વખત સાબિત કરી બતાવ્યું કે રાત હોય કે દિવસ હોય ગમે તે સમય પર ઈ
પોરબંદરમાં 108 બોટ એમ્બ્યુલન્સે માછીમારનો જીવ બચાવ્યો.


પોરબંદર, 14 એપ્રિલ (હિ.સ.) આધુનિક જીવનશેલી ફાસ્ટ યુગમાં તમામ સુવિધાઓ આંગળીનાં ટેરવા પર ઉપલબધ થતી હોઈ છે. જેમની ઍક સેવા પોરબંદર 108 ને માનવામાં આવે છે. બોટ એમ્બ્યુલન્સ ની ટિમમે ફરી એક વખત સાબિત કરી બતાવ્યું કે રાત હોય કે દિવસ હોય ગમે તે સમય પર ઈમરજન્સી કેસ હેન્ડલ કરવા તૈયાર હોય છે, ગમે તેં સમયે કોઇપણ સારવાર માટે પહોચી વડે છે. અને તાત્કાલિક સારવાર પુરી પાડે છે.

દરિયામાં ફિશિંગ કરતી રાજ હંસ નામની ફિશર બોટમાં ઍક ફિશર મેનને હૃદય રોગનો હૂમલો આવતા પોરબંદર બોટ એમ્બ્યુલન્સ 108 ને જાણ કરવામાં આવી હતી. રાત્રીના 11:30 વાગ્યે ફોન આવતા પોરબંદર બોટ 108 ના EMT રાજેશ જોષી અને ટિમે દરિયા માં રવાના થઈ ફિશર મેનને તાત્કાલિક પ્રાથમીક સારવાર આપી ને પોરબંદર રોડ એમ્બ્યુલન્સ સુધી દર્દીને પોહચડવામાં આવ્યા હતા.

આ તકે જિલ્લા ના પ્રોગ્રામ મેનેજર આકાશ અને એક્ઝિક્યુટિવ દર્શકએ પોરબંદર બોટ એમ્બ્યુલન્સ ટીમ ને અભિનદન પાઠવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande