પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કર્યા.
પોરબંદર, 14 એપ્રિલ (હિ.સ.) બંધારણના ઘડવૈયા, સામાજિક ન્યાયના પ્રણેતા અને ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર જીની જન્મજયંતિ નિમિત્તે પોરબંદર ભાજપ દ્વારા બાબાસાહેબ આંબડકરજીની પ્રતિમાને હારતોરા કરી પુષ્પાંજલિ અર્પણ કરવામા આવી હતી. પોરબંદરમા આંબેડકર જયંત
પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા  બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કર્યા.

પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા  બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કર્યા.

પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા  બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કર્યા.

પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા  બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કર્યા.

પોરબંદર, 14 એપ્રિલ (હિ.સ.) બંધારણના ઘડવૈયા, સામાજિક ન્યાયના પ્રણેતા અને ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર જીની જન્મજયંતિ નિમિત્તે પોરબંદર ભાજપ દ્વારા બાબાસાહેબ આંબડકરજીની પ્રતિમાને હારતોરા કરી પુષ્પાંજલિ અર્પણ કરવામા આવી હતી.

પોરબંદરમા આંબેડકર જયંતિ નિમિતે પોરબંદર જિલ્લા ભાજપ દ્રારા નવા ફુવારા નજીક આવેલી બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરવામા આવ્યા હતા આ તકે કેબીનેટ મંત્રી અર્જુન મોઢવાડીયાએ એવુ જણાવ્યુ હતુ કે ડૉ. બાબાસાહેબ આંબેડકર જી એ પોતાના સમગ્ર જીવનને સમાજના પછાત, શોષિત અને વંચિત વર્ગોના અધિકારો માટે સમર્પિત કર્યું હતું.

ભારતીય બંધારણના માધ્યમથી તેમણે દરેક નાગરિકને સમાન અધિકાર, ન્યાય અને ગૌરવપૂર્ણ જીવન જીવવાનો મજબૂત આધાર આપ્યો. તેમના વિચારો અને કાર્ય માત્ર એક યુગ માટે નહીં પરંતુ આવનારી પેઢીઓ માટે પણ પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે.પોરબંદર ભાજપ દ્વારા બાબાસાહેબને પુષ્પાંજલી અર્પણ કરવામા આવી હતી આ પ્રસંગે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા, પૂર્વ કેબીનેટ મંત્રી બાબુ બોખીરીયા,જીલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતના તિવારી, મહામંત્રી પ્રવિણ ખોરવા સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande