જામનગર ખાતે ‘નારીશક્તિ વંદન અધિનિયમ’ અંગે ભાજપા પ્રદેશ અધ્યક્ષએ પત્રકાર પરિષદને સંબોધિ
ગાંધીનગર,14 એપ્રિલ (હિ.સ.) ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જામનગર ખાતે ‘નારીશક્તિ વંદન અધિનિયમ’ અંગે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. તેમણે બંધારણના શિલ્પી અને ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે વંદન કરી તેમના સંબોધ
જગદીશ વિશ્વકર્માએડૉ.બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતી નિમિત્તે આજે જામનગર ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી


ગાંધીનગર,14 એપ્રિલ (હિ.સ.) ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જામનગર ખાતે ‘નારીશક્તિ વંદન અધિનિયમ’ અંગે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. તેમણે બંધારણના શિલ્પી અને ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે વંદન કરી તેમના સંબોધનની શરૂઆત કરી હતી.

જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ‘નારીશક્તિ વંદન અધિનિયમ’ અંગે મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે અને તેમના નેતૃત્વમાં વર્ષ 2023માં સંસદના બંને ગૃહોએ આ અધિનિયમ પસાર કરીને દેશની લોકશાહીના ઈતિહાસમાં સુવર્ણ અને ક્રાંતિકારી કદમ ઉઠાવ્યું છે. આ અધિનિયમ દ્વારા લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા એટલે કે એક-તૃતીયાંશ બેઠકો અનામત રાખવાની ઐતિહાસિક જોગવાઈ કરવામાં આવી છે, જે માત્ર આંકડાકીય અનામત નહીં પરંતુ મહિલાઓને નીતિ-નિર્ધારણમાં સીધી અને સક્રિય ભાગીદારી આપવાનો મજબૂત પાયો છે.

તેમણે જણાવ્યું કે દેશની નારીશક્તિ પ્રત્યેની આપણી સામૂહિક પ્રતિબદ્ધતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ સમક્ષ ઉજાગર કરી છે અને આગામી 16 એપ્રિલ, 2026 થી સંસદમાં યોજાનારી વિશેષ ચર્ચા ભારતની લોકશાહીને વધુ સંતુલિત અને સર્વસમાવેશી બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. આપણી સનાતન ભારતીય સંસ્કૃતિમાં નારીનું હંમેશા પૂજનીય સ્થાન રહ્યું છે અને શક્તિ સ્વરૂપાની ઉપાસનાનું વિશેષ મહત્વ છે.

વડાપ્રધાન મોદીજીએ આ વિરાસતને આધુનિક વિકાસ સાથે જોડીને નારી સશક્તીકરણ માટે અનેક ઐતિહાસિક નિર્ણયો લીધા છે, જેમાં ત્રિપલ તલાકનો અંત અને સેનામાં મહિલાઓને કાયમી ધોરણે દેશસેવા માટે સ્થાન આપવાના નિર્ણયનો પણ સમાવેશ થાય છે.

તેમણે વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૃષ્ટિવંત નેતૃત્વમાં ભારત આજે આઝાદીના અમૃતકાળમાં ‘વિકસિત ભારત@2047ના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે ત્યારે આપણા પ્રાચીન ગૌરવને આધુનિક લોકશાહીના સર્વોચ્ચ મંચો સંસદ અને વિધાનસભાઓમાં પ્રતિસ્થાપિત કરવાનો સમય આવી ગયો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ‘GYAN’ રૂપે ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિને વિકાસના ચાર મુખ્ય સ્તંભ તરીકે સ્થાપિત કર્યા છે અને સ્પષ્ટ કર્યું છે કે દેશનો સર્વાંગી વિકાસ ત્યારે જ શક્ય છે જ્યારે દેશની અડધી આબાદી એટલે કે નારીશક્તિ સક્રિય નેતૃત્વમાં હોય.

વિશ્વકર્માએ ગૌરવ વ્યક્ત કરતાં જણાવ્યું કે આજે ભારતની દીકરીઓ અંતરિક્ષથી લઈને ખેલકૂદ, સશસ્ત્ર દળોથી લઈને સ્ટાર્ટઅપ્સ સુધી દરેક ક્ષેત્રમાં પોતાની ક્ષમતા પુરવાર કરી રહી છે. ‘ડ્રોન દીદી’, ‘લખપતિ દીદી’ અને ‘ઉજ્જવલા’ જેવી યોજનાઓ દ્વારા કરોડો બહેનોને આર્થિક સ્વતંત્રતા અને ગૌરવપૂર્ણ જીવન પ્રાપ્ત થયું છે. ગુજરાત હંમેશાંથી મહિલાલક્ષી નીતિઓ અને નારી સશક્તીકરણનું પ્રણેતા રહ્યું છે. પશુપાલન અને ડેરી ક્ષેત્રમાં થયેલી ક્રાંતિ પાછળ ગુજરાતની બહેનોનો વિશેષ ફાળો રહ્યો છે.

સખી મંડળો’ અને ‘મુદ્રા યોજના’ દ્વારા લાખો મહિલાઓ આત્મનિર્ભર બની માઇક્રો-ઉદ્યોગસાહસિક તરીકે ઉભરી રહી છે. મહિલા સુરક્ષા માટે ‘અભયમ 181’ હેલ્પલાઈન અને અન્ય યોજનાઓ દ્વારા સુરક્ષિત વાતાવરણ પૂરૂં પાડવામાં આવ્યું છે, જ્યારે શિક્ષણ ક્ષેત્રે ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી’ જેવી યોજનાઓ દ્વારા ભવિષ્યની મહિલા લીડર્સ તૈયાર થઈ રહી છે.

જગદીશ વિશ્વકર્માએ અંતમાં જણાવ્યું કે ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ માત્ર અનામતનો કાયદો નથી, પરંતુ ભારતના રાજકીય ફલક પર ક્રાંતિ લાવનાર ઐતિહાસિક દસ્તાવેજ છે. મહિલાઓ જ્યારે નીતિ-નિર્ધારણમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે ત્યારે શાસનમાં વધુ સંવેદનશીલતા, પારદર્શિતા અને સંતુલન આવશે, જે દેશના 140 કરોડ નાગરિકો માટે ગૌરવની વાત છે. તેમણે 2023માં સંસદમાં તમામ પક્ષોના સાંસદોએ એકમતથી આ કાયદાને સમર્થન આપ્યું તે ક્ષણને અવિસ્મરણીય ગણાવી અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે 16 એપ્રિલથી યોજાનાર વિશેષ સત્રમાં પણ દેશની એકતા પ્રતિબિંબિત થશે.

આ પત્રકાર પરિષદમાં રાજ્ય સરકારના મંત્રી રિવાબા જાડેજા, પ્રદેશ મંત્રી આશા નકુમ, સાંસદપૂનમ માડમ, જામનગર મહાનગર ભાજપાના અધ્યક્ષા બીના કોઠારી સહિત ભાજપા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande