લીલીયામાં ભાજપનો ઉર્જાસભર સંવાદ, ઉમેદવારોને ચૂંટણી માટે માર્ગદર્શન
અમરેલી,14 એપ્રિલ (હિ.સ.) લીલીયા ખાતે જિલ્લા તથા તાલુકા પંચાયત ચૂંટણીને અનુલક્ષીને ભાજપ દ્વારા ઉર્જાસભર સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ ભરત સુતરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ તેમજ ધારાસભ્ય મહેશ કસવાળા ખાસ ઉપસ્થિત રહ્ય
લીલીયામાં ભાજપનો ઉર્જાસભર સંવાદ, ઉમેદવારોને ચૂંટણી માટે માર્ગદર્શન


અમરેલી,14 એપ્રિલ (હિ.સ.)

લીલીયા ખાતે જિલ્લા તથા તાલુકા પંચાયત ચૂંટણીને અનુલક્ષીને ભાજપ દ્વારા ઉર્જાસભર સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ ભરત સુતરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ તેમજ ધારાસભ્ય મહેશ કસવાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન ભાજપના ઉમેદવારો સાથે સીધી મુલાકાત કરી તેમને ચૂંટણીને લઈને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આગેવાનો દ્વારા સંગઠનશક્તિ મજબૂત બનાવવા, કાર્યપદ્ધતિ સુવ્યવસ્થિત રાખવા અને જનતા સાથે સતત લોકસંપર્ક જાળવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ ઉપરાંત સંવાદ દરમિયાન ચૂંટણીની વ્યૂહરચના, બૂથ મેનેજમેન્ટ અને અસરકારક પ્રચાર અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આગેવાનો દ્વારા જણાવ્યું હતું કે સુચારુ આયોજન અને ટીમ વર્ક દ્વારા જ સફળતા પ્રાપ્ત થઈ શકે છે.

ઉમેદવારોમાં આ સંવાદથી નવી ઉર્જા અને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ઉત્સાહભર્યું બની ગયું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande