
અંબાજી, 14 એપ્રિલ (હિ.સ.) બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્રોની ચકાસણીની પ્રક્રિયા સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. આ ચકાસણી બાદ વિવિધ પંચાયતો અને નગરપાલિકાઓનું ચિત્ર સ્પષ્ટ થયું છે. જિલ્લામાં કુલ 1128 ફોર્મ માન્ય જાહેર કરાયા છે.ચૂંટણીના આંકડાકીય વિશ્લેષણ મુજબ, જિલ્લા પંચાયતની કુલ 48 બેઠકો માટે કુલ 242 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી માન્ય ફોર્મ મુજબ ભાજપ તરફથી 47, કોંગ્રેસના 47, આમ આદમી પાર્ટીના 30 અને અન્યના 4 ફોર્મ માન્ય રહ્યા છે.તાલુકા પંચાયત માટે કુલ 240 બેઠકો સામે 1051 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાં ભાજપના 238, કોંગ્રેસના 236, આમ આદમી પાર્ટીના 126 અને અન્યના 4 ઉમેદવારોના ફોર્મ માન્ય જાહેર થયા છે.નગરપાલિકા ચૂંટણી અંતર્ગત પાલનપુર, ડીસા અને ધાનેરા નગરપાલિકાની કુલ 116 બેઠકો માટે 390 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જેમાં ભાજપના 116, કોંગ્રેસના 83, આમ આદમી પાર્ટીના 29 અને અન્યના 71 ઉમેદવારોના ફોર્મ માન્ય ગણાયા છેઆગામી કાર્યક્રમ મુજબ ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ તા. ૧૫ એપ્રિલ ૨૦૨૬ છે. ત્યારબાદ મતદાન ૨૬ એપ્રિલ ૨૦૨૬ (રવિવાર) ના રોજ સવારે ૭:૦૦ વાગ્યાથી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી યોજાશે. મતગણતરી તા. ૨૮ એપ્રિલ ૨૦૨૬ના રોજ હાથ ધરવામાં આવશે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સમગ્ર પ્રક્રિયા નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ