ખજુરડીમાં બુલેટ ટ્રેન સાઇટ પરથી, લોખંડની પ્લેટોની ચોરીઃ ડુંગરી પોલીસે બે આરોપી ઝડપ્યા
વલસાડ , 14 એપ્રિલ (હિ.સ.) વલસાડ જિલ્લાના ખજુરડી ગામ પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ ચાલી રહેલા કામમાંથી ચોરી થયેલી લોખંડની પ્લેટો સાથે બે આરોપીઓને ડુંગરી પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ચોરીનો ગુનો ઉકેલવ
આરોપી


વલસાડ , 14 એપ્રિલ (હિ.સ.) વલસાડ જિલ્લાના ખજુરડી ગામ પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ ચાલી રહેલા કામમાંથી ચોરી થયેલી લોખંડની પ્લેટો સાથે બે આરોપીઓને ડુંગરી પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ચોરીનો ગુનો ઉકેલવામાં સફળતા મેળવી છે.

મળતી માહિતી મુજબ, વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનાની તપાસ દરમિયાન ડુંગરી પોલીસ સક્રિય બની હતી. પોલીસ ઇન્સપેક્ટર યુ.એચ. પટેલના માર્ગદર્શન હેઠળ PSI એ.બી. પરમાર અને સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન ડુંગરી ઓવરબ્રિજ નજીક શંકાસ્પદ હાલતમાં એક મહીન્દ્રા બોલેરો કેમ્પર (RJ-36-GA-8310) રોકી તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન ગાડીમાંથી લોખંડની ૨૧ પ્લેટો (કુલ વજન ૧૨૩૫ કિલોગ્રામ) મળી આવી હતી. પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું કે, પ્લેટો ખજુરડી ગામે બુલેટ ટ્રેનના પિલ્લર નં. 204 P02 પાસેથી ચોરી કરી લાવવામાં આવી હતી. પોલીસે કુલ રૂા. ૫,૮૪,૧૦૦ના મુદ્દામાલ સાથે બંને આરોપીઓને કાયદેસર કાર્યવાહી હેઠળ ઝડપ્યા છે.

પકડાયેલા આરોપીઓમાં, સુભાષકુમાર શ્રવણકુમાર (રહે. નવસારી, મૂળ રાજસ્થાન) અને દેવેન્દ્ર જગદીશ પુરી (રહે. નવસારી, મૂળ રાજસ્થાન)નો સમાવેશ થાય છે.

આ અંગે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 303(2), 54 મુજબ ગુનો નોંધાયો છે. સમગ્ર કામગીરીમાં ડુંગરી પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande