પાટણમાં ડો. ભીમરાવ આંબેડકરની 135મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી
પાટણ, 14 એપ્રિલ (હિ.સ.)બગવાડા દરવાજા પાસે સ્થિત ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને વિવિધ રાજકીય પક્ષો અને અનુસૂચિત જાતિના સંગઠનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી (AAP) તેમજ ભારત વિકાસ પરિષદના હોદ્દેદારો હાજર રહ
પાટણમાં ડો. ભીમરાવ આંબેડકરની 135મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી


પાટણમાં ડો. ભીમરાવ આંબેડકરની 135મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી


પાટણમાં ડો. ભીમરાવ આંબેડકરની 135મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી


પાટણ, 14 એપ્રિલ (હિ.સ.)બગવાડા દરવાજા પાસે સ્થિત ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને વિવિધ રાજકીય પક્ષો અને અનુસૂચિત જાતિના સંગઠનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી (AAP) તેમજ ભારત વિકાસ પરિષદના હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ પ્રસંગે “જબ તક સુરજ ચાંદ રહેગા, બાબા તેરા નામ રહેગા” જેવા નારા ગુંજી ઉઠ્યા હતા.

શહેર ભાજપ દ્વારા આ અવસરે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા પ્રમુખ રમેશ સિંધવ, શહેર પ્રમુખ હર્ષ પટેલ, હીરલબેન પરમાર, મનોજ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. તમામે મળીને બાબાસાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પાટણ જિલ્લા કોંગ્રેસ અને ભારત વિકાસ પરિષદ દ્વારા પણ આંબેડકર જયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ, જિલ્લા પ્રમુખ ઘેમર દેસાઈ તેમજ અન્ય આગેવાનો સાથે સભ્યોએ પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને તેમને યાદ કર્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande