ડુંગરી પોલીસની અસરકારક કાર્યવાહી: રૂ. 27.78 લાખના વિદેશી દારૂ સાથે બે આરોપી ઝડપી
વલસાડ,14 એપ્રિલ (હિ.સ.) વલસાડ જિલ્લામાં પ્રોહિબિશન સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણ લાવવા ડુંગરી પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બંધ બોડીના ટાટા ટ્રકમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ગેરકાયદેસર રીતે વા
દારૂ સાથે ઝડપી પાડેલો ટ્રક તથા આરોપીઓ


વલસાડ,14 એપ્રિલ (હિ.સ.) વલસાડ જિલ્લામાં પ્રોહિબિશન સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણ લાવવા ડુંગરી પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બંધ બોડીના ટાટા ટ્રકમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ગેરકાયદેસર રીતે વાહન વ્યવહાર કરતા બે ઇસમોને ઝડપવામાં આવ્યા છે.ડુંગરી પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. યુ.એચ. પટેલની આગેવાનીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી.તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે પંચલાઇ નજીક નેશનલ હાઇવે નં. 48 પરથી ટાટા કંપનીનું બંધ બોડી ટ્રક અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ—વિસ્કી તથા વોડકાના કુલ 214 બોક્સ મળી આવ્યા, જેમાં કુલ 8688 બોટલ (1864.8 લીટર)નો જથ્થો હતો, જેની અંદાજિત કિંમત રૂ. 27,78,720 છે.પોલીસે ટ્રક (રૂ. 12,00,000), દારૂનો જથ્થો તથા એક મોબાઇલ ફોન (રૂ. 5,000) મળી કુલ રૂ. 39,83,720નો મુદ્દામાલ કબજે કર્યો છે.આ કેસમાં દિનેશકુમાર મીરસિંહ જલારામ સિંહ તથા અર્જુન સુરેન્દ્ર ગણપત સીંધ ને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમના વિરુદ્ધ ડુંગરી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(ઈ), 81, 98(2), 116(બી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.આ સમગ્ર કામગીરી પો.ઇન્સ. યુ.એચ. પટેલના નેતૃત્વ હેઠળ એએસઆઈ હિરેન બચુભાઈ તથા પોલીસ સ્ટાફ અરૂણ હરીશચંદ્ર અને નીતિન બળદેવભાઈએ સફળતાપૂર્વક પાર પાડી હતી.

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande