જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઈવીએમ ફાળવણી પ્રક્રિયા પૂર્ણ કરાઈ
જામનગર, 14 એપ્રિલ (હિ.સ.) : જામનગર જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ને અનુલક્ષીને જિલ્લા સેવા સદનના સ્ટ્રોંગરૂમ ખાતેથી ઈવીએમ ફાળવણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી પી.બી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ સ્ટ્રોં
ઇવીએમ ફાળવણી પ્રક્રિયા પૂર્ણ


જામનગર, 14 એપ્રિલ (હિ.સ.) : જામનગર જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ને અનુલક્ષીને જિલ્લા સેવા સદનના સ્ટ્રોંગરૂમ ખાતેથી ઈવીએમ ફાળવણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી પી.બી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ સ્ટ્રોંગરૂમમાંથી કડક સુરક્ષા વ્યવસ્થામાં EVM મશીનો બહાર કાઢી રેન્ડમાઇઝેશન પ્રક્રિયા દ્વારા તમામ મતદાન મથકો માટે કુલ ૨૧૩૭ મશીનોની ફાળવણી કરવામાં આવી હતી.

જામનગર મહાનગરપાલિકા વિસ્તાર માટે કુલ ૪૭૪ ઈવીએમ, જામનગર જિલ્લા પંચાયત માટે કુલ ૮૦૮ ઈવીએમ, જામનગર તાલુકા પંચાયત માટે ૮૨૪ ઈવીએમ તથા સીક્કા નગરપાલિકા માટે ૩૧ ઈવીએમ ફાળવવામાં આવ્યા છે. જામનગર મહાનગરપાલિકાના ૧૬ વોર્ડમાં કુલ ૪,૪૨,૮૨૯ મતદારો નોંધાયેલા છે, જેમના માટે ૪૧૪ મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે.

જામનગર જિલ્લા પંચાયતની ૨૪ બેઠકો અને ૬ તાલુકા પંચાયતની કુલ ૧૧૨ બેઠકો માટે ૭૧૨ મતદાન મથકો પર ૫,૨૬,૫૬૯ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. તથા સિક્કા નગરપાલિકાના ૭ વોર્ડમાં ૨૨ મતદાન મથકો પર ૧૯,૪૦૯ મતદારો નોંધાયા છે.

જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયાને નિષ્પક્ષ, પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે પાર પાડવા માટે તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમજ સુરક્ષા વ્યવસ્થાઓ પણ કડક બનાવવામાં આવી છે.

EVM ફાળવણી સમયે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેકટર શારદા કાથડ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દીપા કોટક સહીત ચૂંટણીલક્ષી કામગીરી માટે ફાળવેલ અધિકારીઓ અને કર્મચારીઓનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande