ગજેરા કેમ્પસ–વિદ્યાસભા સ્કૂલ ખાતે 21 દિવસીય વૈદિક મહાયજ્ઞમાં અગ્રણીઓની દરરોજ પ્રોત્સાહક ઉપસ્થિતી
અમરેલી,14 એપ્રિલ (હિ.સ.) ભારતીય વૈદિક સંસ્કૃતિની અમૂલ્ય ધરોહરને જાળવી રાખવા સામાજિક સમરસતા અને વિદ્યાર્થીઓમાં સંસ્કારસભર જીવનમૂલ્યોનું સિંચન થાય તે હેતુસર અમરેલીની અગ્રણી શૈક્ષણિક સંસ્થા શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ–વિદ્યાસભા ખાતે સળંગ 21 દ
ગજેરા કેમ્પસ–વિદ્યાસભા સ્કૂલ ખાતે 21 દિવસીય વૈદિક મહાયજ્ઞમાં અગ્રણીઓની દરરોજ પ્રોત્સાહક ઉપસ્થિતી


અમરેલી,14 એપ્રિલ (હિ.સ.) ભારતીય વૈદિક સંસ્કૃતિની અમૂલ્ય ધરોહરને જાળવી રાખવા સામાજિક સમરસતા અને વિદ્યાર્થીઓમાં સંસ્કારસભર જીવનમૂલ્યોનું સિંચન થાય તે હેતુસર અમરેલીની અગ્રણી શૈક્ષણિક સંસ્થા શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ–વિદ્યાસભા ખાતે સળંગ 21 દિવસ સુધી દરરોજ અલગ-અલગ અગ્રણીઓની પ્રોત્સાહક ઉપસ્થિત રહી વિશ્વ શાંતિ યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ યજ્ઞના 20માં દિવસે અમરેલી જિલ્લા ખોડલધામ કમીટીઅને ખોડલધામ મહિલા સમિતી તથા સામાજિક શ્રેષ્ઠીશ્રીઓ પણ સાથે જોડાયા. ઉપસ્થિત સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટરશ્રી વસંતભાઈ પેથાણીએ જણાવ્યું કે આ યજ્ઞમાં હનુમાનજી રક્ષા કવચ મંત્રના જપ સાથે 108 આહુતિઓ અર્પણ કરી અદભૂત સકારાત્મક ઉર્જાનો સંચાર કરવામાં આવ્યો હતો.

સમગ્ર વાતાવરણમાં આધ્યાત્મિકતા, શાંતિ અને પવિત્રતાનો અનોખો અનુભવ સર્જાયો હતો. તેમજ ઉપસ્થિત અમરેલી જિલ્લા ખોડલધામ કમીટીઅને ખોડલધામ મહિલા સમિતીના શ્રેષ્ઠીઓ દ્વારા સર્વોતમ શિક્ષણના સ્વપ્ન દ્રષ્ટા પ્રમુખશ્રી વસંતભાઈ ગજેરાના માર્ગદર્શન અને કેમ્પસ મેનેજમેન્ટ ટીમ દ્વારા કરવામાં આવેલ આવા ભગીરથી કાર્ય માટે જણાવ્યું કે આ યજ્ઞ સૌના કલ્યાણ અર્થે ભારતીય વૈદિક સંસ્કૃતિ યજ્ઞ દ્વારા વિશ્વમાં ફેલાયેલી અશાંતિ, મહામારી અને યુદ્ધના માહોલને શાંત કરવા તેમજ વિદ્યાર્થીઓમાં નિયમિતતા,ડિસીપ્લીન,માતા-પિતા-વડીલો પ્રત્યે આદરભાવ,નિષ્ઠાવાન વ્યક્તિત્વ વિકાસ, સંયમ, જીવનમાં ઉચ્ચ વિચારોનું સિંચન અને શ્રેષ્ઠ સંસ્કારોનું ઘડતર થાય છે તેવી સૌરાષ્ટ્રની એક માત્ર સંસ્થા છે જે આ દિશામાં સતત પ્રયત્નશીલ છે. આ સાથે કરાટે ગેમમાં અવલ નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને અમરેલી જિલ્લા ખોડલધામ કમીટીઅને ખોડલધામ મહિલા સમિતી દ્વારા પ્રોત્સાહિત કરાયા હતા.

નોંધનીય છે કે આ સંસ્થામાં ભાઈઓ અને બહેનો માટે અલગ અને સુવ્યવસ્થિત નિવાસ વ્યવસ્થા ઉપલબ્ધ છે. ભોજનાલયથી લઈને રવિવારના મોટિવેશનલ કાર્યક્રમો, ફિલ્મ શો તેમજ વિવિધ ઉજવણી કાર્યક્રમો પણ ભાઈઓ અને બહેનો માટે અલગ-અલગ આયોજન સાથે સુચારૂ રીતે સંચાલિત કરવામાં આવે છે. આ તમામ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં સંસ્કાર અને ઉત્સાહનો સંચાર થાય છે તેમજ વાલીઓમાં સંસ્થાની સુવ્યવસ્થિત વ્યવસ્થા અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રત્યે વિશ્વાસ મજબૂત બન્યો છે. આ અમુલ્ય યજ્ઞને સફળ બનાવવા સ્કૂલ મેનેજમેન્ટ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. તેમ વિદ્યાસભાની યાદી જણાવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande