સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી - ૨૦૨૬ ચૂંટણી ખર્ચ બાબતે રેટ ચાર્ટ, નકકી કરવા અંગે કલેક્ટર એન.વી.ઉપાધ્યાયની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
ગીર સોમનાથ 14 એપ્રિલ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાની જિલ્લા પંચાયત/તાલુકા પંચાયતો અને નગરપાલિકા (કોડીનાર સિવાય) ની આગામી તા.૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનાર સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત કલેકટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને ગઈકાલે ઉમેદવારો દ્વારા કરવામાં આવતા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી - ૨૦૨૬ ચૂંટણી ખર્ચ બાબતે રેટ ચાર્ટ નકકી કરવા


સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી - ૨૦૨૬


ગીર સોમનાથ 14 એપ્રિલ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાની જિલ્લા પંચાયત/તાલુકા પંચાયતો અને નગરપાલિકા (કોડીનાર સિવાય) ની આગામી તા.૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનાર સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત કલેકટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને ગઈકાલે ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ખર્ચના ધોરણો બાબતે રેટ ચાર્ટ નકકી કરવા અંગેની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ખર્ચના ધોરણો અનુસાર બપોર/સાંજનું ભોજન(મીઠાઇ તથા ફરસાણ વગર) પ્રતિ થાળી રૂા.૧ર૦, બપોર/સાંજનું ભોજન(મીઠાઇ તથા ફરસાણ સાથે) પ્રતિ થાળી રૂા.૧૫૦, ચા(૧) રૂા.૧૫, કોફી(૧) રૂા.ર૦, ઠંડાપીણા(૧) રૂા.૨૦, નાસ્તા એક ડીસના રૂા.૫૦, નાળીયેર પાણી રૂા.૫૫ તેમજ ફોટોગ્રાફી એક કલાક સુધીના રૂા.૯૦૦ અને વિડીયોગ્રાફી એક કલાક સુધીના રૂા.૧૫૦૦ સહિત અન્ય વ્યવસ્થાઓના ભાવની વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી.

આ બેઠકમાં માન્ય રાજકીય ૫ક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં. જેમને વાહનવ્યવહાર, ભોજન સહિત ચૂંટણીલક્ષી વ્યવસ્થાઓના ખર્ચ અને ભાવ સહિતની માહિતી પૂરી પાડવામાં આવી હતી.

આ બેઠકમાં આચાર સંહિતાની સંપૂર્ણ૫ણે અમલવારી થાય તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ઉ૫સ્થિત તમામ અધિકારઓ તથા રાજકીય આગેવાનોને અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલ, રાજકીય ૫ક્ષોના પ્રતિનિધિઓ સહિત માર્ગ અને મકાન વિભાગ, શિક્ષણ વિભાગ, વાહનવ્યવહાર અધિકારી ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande