સુરતમાં હનીટ્રેપનો કિસ્સો: પોલીસની ઝડપી કામગીરીથી આરોપી ઝડપાયા
સુરત, 14 એપ્રિલ (હિ.સ.) સુરત શહેરમાં ડેટિંગ એપનો દુરુપયોગ કરી લોકોને ટાર્ગેટ કરતી એક ગેંગનો ભાંડો ફૂટ્યો છે. સારોલી વિસ્તારમાં રહેતા એક કારખાનેદારને ગે ડેટિંગ એપ પર મિત્રતા કરીને મળવા બોલાવી લૂંટ કરવામાં આવી હતી. જોકે, પોલીસે ઝડપી કાર્યવાહી કર
Surat


સુરત, 14 એપ્રિલ (હિ.સ.) સુરત શહેરમાં ડેટિંગ એપનો દુરુપયોગ કરી લોકોને ટાર્ગેટ કરતી એક ગેંગનો ભાંડો ફૂટ્યો છે. સારોલી વિસ્તારમાં રહેતા એક કારખાનેદારને ગે ડેટિંગ એપ પર મિત્રતા કરીને મળવા બોલાવી લૂંટ કરવામાં આવી હતી. જોકે, પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ચારેય આરોપીઓને પકડી પાડ્યા છે.

માહિતી અનુસાર, પીડિત યુવક એપ પર અજાણ્યા વ્યક્તિ સાથે સંપર્કમાં આવ્યો હતો. થોડા સમયની વાતચીત બાદ તેને ન્યૂ બોમ્બે માર્કેટ નજીક મળવા બોલાવવામાં આવ્યો. ત્યાંથી આરોપી તેને બાઈક પર બેસાડી વરાછાની એક સોસાયટીમાં લઈ ગયો, જ્યાં તેના અન્ય સાગરીતો પહેલેથી હાજર હતા.

સોસાયટીમાં પહોંચતાં જ ચારેય આરોપીઓએ યુવકને ઘેરી લીધો અને ધમકીઓ આપી પૈસા માંગ્યા. યુવકે ઇનકાર કરતાં તેને જાનથી મારી નાખવાની ધમકી આપી મોબાઈલ છીનવી લીધો અને બેંક એપ મારફતે કુલ 24 હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા. ત્યારબાદ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

ઘટનાની ફરિયાદ મળતાં જ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને મોબાઈલ નંબરના આધારે તપાસ હાથ ધરી. થોડા જ સમયમાં વરાછા વિસ્તારમાંથી ચારેય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. તપાસમાં બહાર આવ્યું કે આરોપીઓ અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે અને લાંબા સમયથી આ રીતે લોકો સાથે છેતરપિંડી કરતા હોવાની શંકા છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande