નેત્રંગ થવા ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ભવ્ય ઉજવણી
ભરૂચ 14 એપ્રિલ (હિ.સ.) ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર રાજ્યમાં ઉત્સાહનો માહોલ છે, ત્યારે નેત્રંગ થવા ખાતે ''આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ'' દ્વારા એક પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
નેત્રંગ થવા ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ભવ્ય ઉજવણી


નેત્રંગ થવા ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ભવ્ય ઉજવણી


નેત્રંગ થવા ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ભવ્ય ઉજવણી


નેત્રંગ થવા ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ભવ્ય ઉજવણી


ભરૂચ 14 એપ્રિલ (હિ.સ.) ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર રાજ્યમાં ઉત્સાહનો માહોલ છે, ત્યારે નેત્રંગ થવા ખાતે 'આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ' દ્વારા એક પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રામજનોએ બાબાસાહેબના જીવન અને કચડાયેલા સમાજ માટેના તેમના સંઘર્ષને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી.

માનવ અધિકારો અને આત્મસન્માન પર ભાર કાર્યક્રમના મુખ્ય વક્તા ડૉ. ટી.એમ. ઓંકારે પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે, આજે આપણે અહીં માત્ર એક ઉત્સવ ઉજવવા નહીં, પરંતુ બાબાસાહેબના વિચારોને જીવનમાં ઉતારવા એકઠા થયા છીએ. અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે સમાજના છેવાડાના અને વંચિત માનવી સુધી તેના મૂળભૂત માનવ અધિકારોની જાણકારી પહોંચે. જ્યારે વ્યક્તિ પોતાના હકો પ્રત્યે જાગૃત થશે, ત્યારે જ તે સમાજમાં આત્મસન્માન સાથે જીવી શકશે.

આયોજકોની મહેનત રંગ લાવી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ, નવી દિલ્હી સેન્ટ્રલ કમિટીના પ્રેસિડેન્ટ સર્જન વસાવા અને તેમની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. વ્યવસ્થિત આયોજન અને યોગ્ય માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં નેત્રંગ અને આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

ગ્રામજનોમાં ભારે ઉત્સાહ સ્થાનિક ગ્રામજનોએ પણ આ ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉપસ્થિત લોકોએ ડૉ. બાબાસાહેબ આંબેડકરના મૂલ્યો, સમાનતા અને બંધુત્વના વિચારોને પોતાના જીવનમાં ઉતારવાની પ્રેરણા લીધી હતી. કાર્યક્રમના અંતે સૌએ બંધારણીય મૂલ્યોનું જતન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande