જામનગર મનપા ચૂંટણીમાં 'ત્રણ સંતાન' મુદ્દે ગરમાવો: ભાજપના ઉમેદવારનું, ફોર્મ માન્ય ઠરતા કોંગ્રેસ હાઇકોર્ટના દ્વારે
જામનગર, 14 એપ્રિલ (હિ.સ.) : ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ જામનગર શહેરમાં અત્યંત તેજ બની રહ્યો છે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના જંગમાં અત્યારે વોર્ડ નંબર 7 ની બેઠક સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. આ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટ
કોંગ્રેસ


જામનગર, 14 એપ્રિલ (હિ.સ.) : ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ જામનગર શહેરમાં અત્યંત તેજ બની રહ્યો છે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના જંગમાં અત્યારે વોર્ડ નંબર 7 ની બેઠક સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.

આ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શીતલબેન અજયભાઈ વાઘેલાએ પોતાની ઉમેદવારી નોંધાવી છે, પરંતુ તેમના ફોર્મ સામે કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધા અને ત્યારબાદના રાજકીય ઘટનાક્રમે ભારે ચકચાર જગાવી છે. ખાસ કરીને ત્રણ સંતાનોના મુદ્દે શરૂ થયેલો આ વિવાદ હવે જિલ્લા કક્ષાએથી નીકળીને ગુજરાત હાઇકોર્ટના ઉંબરે પહોંચ્યો છે.

ઘટનાની વિગતો મુજબ, વોર્ડ નંબર 7 માં ભાજપના મહિલા ઉમેદવાર શીતલબેન વાઘેલાએ જ્યારે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું, ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા તેના પર કાયદાકીય વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં 'બે થી વધુ સંતાન' ધરાવતા ઉમેદવારો માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધનો નિયમ અમલી છે.

કોંગ્રેસે આ નિયમનો હવાલો આપીને આક્ષેપ કર્યો હતો કે, શીતલબેન વાઘેલાને ત્રણ સંતાનો છે અને આ હકીકત છુપાવીને તેમણે ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસે તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી કે આ સંજોગોમાં તેમનું ઉમેદવારી પત્ર તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે.

કોંગ્રેસના આ આક્રમક વાંધા બાદ જામનગર જિલ્લા પંચાયત કચેરી ખાતે ફોર્મની ચકાસણીની પ્રક્રિયા દરમિયાન ભારે તણાવ જોવા મળ્યો હતો. ચૂંટણી અધિકારી સમક્ષ બંને પક્ષો દ્વારા પોતપોતાની દલીલો રજૂ કરવામાં આવી હતી. ભાજપના ઉમેદવાર શીતલબેન વાઘેલાએ આ આક્ષેપોને ફગાવતા જરૂરી દસ્તાવેજી પુરાવાઓ તંત્ર સમક્ષ રજૂ કર્યા હતા.

ભાજપના કાયદાકીય નિષ્ણાતો અને ઉમેદવારે રજૂ કરેલા પુરાવાઓની ગહન તપાસ કર્યા બાદ, ચૂંટણી તંત્રએ તારણ કાઢ્યું હતું કે, શીતલબેનનું ફોર્મ કાયદેસર છે. અધિકારીઓએ કોંગ્રેસના વાંધાને અમાન્ય ઠેરવીને ભાજપના ઉમેદવારનું ફોર્મ માન્ય રાખવાની જાહેરાત કરી હતી.

આ ફોર્મ ચકાસણીની પ્રક્રિયા માત્ર કાયદાકીય લડાઈ પૂરતી સીમિત ન રહી, પરંતુ ભાજપના આંતરિક વર્તુળમાં પણ તેની ગુંજ સંભળાઈ હતી. અહેવાલો અનુસાર, જ્યારે જિલ્લા પંચાયત કચેરીમાં આ વિવાદ અંગે ચર્ચાઓ ચાલી રહી હતી, ત્યારે જામનગરના સાંસદ અને શહેર ભાજપ પ્રમુખ વચ્ચે કોઈ મુદ્દે શાબ્દિક ઉગ્ર ચર્ચા થઈ હોવાનું સામે આવ્યું છે. આ આંતરિક ખેંચતાણને લીધે ચૂંટણીના માહોલમાં વધુ ઉત્તેજના ફેલાઈ હતી અને રાજકીય વિશ્લેષકોમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા હતા.

ચૂંટણી તંત્ર દ્વારા ભાજપના ઉમેદવારનું ફોર્મ માન્ય રાખવામાં આવતા કોંગ્રેસે આ નિર્ણયને અન્યાયી ગણાવ્યો છે. જામનગર શહેર કોંગ્રેસ સમિતિએ આ મામલે પીછેહઠ ન કરવાનો મક્કમ નિર્ધાર કર્યો છે. જામનગર કોંગ્રેસ પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા આ મામલે કાયદાકીય લડત આપવા માટે તાત્કાલિક અમદાવાદ પહોંચ્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે તેમની પાસે મજબૂત પુરાવા છે કે ઉમેદવારને ત્રણ સંતાનો છે, તેમ છતાં સત્તાના દબાણ હેઠળ ફોર્મ માન્ય રાખવામાં આવ્યું છે.

દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, અમે ન્યાયની અપેક્ષા સાથે ગુજરાત હાઇકોર્ટમાં દાદ માંગીશું. લોકશાહીમાં નિયમો સૌ માટે સમાન હોવા જોઈએ. જો કોઈ ઉમેદવાર કાયદાનું ઉલ્લંઘન કરતું હોય, તો તેને ચૂંટણી લડવાનો અધિકાર નથી. કોંગ્રેસ દ્વારા હવે હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande