છ મહિનાથી ફરાર આરોપી કડીમાંથી ઝડપાયો
મહેસાણા, 14 એપ્રિલ (હિ.સ.) કડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબીશન ગુનામાં છેલ્લા 6 મહિનાથી નાસતા ફરતા આરોપીને મહેસાણા પેરોલ/ફર્લો સ્કોડે ઝડપી પાડ્યો છે. રાજ્યસ્તરે ફરાર આરોપીઓને ઝડપી પાડવા હાથ ધરાયેલી ખાસ ઝુંબેશ અંતર્ગત આ કાર્યવાહી હાથ ધરવામા
છ મહિનાથી ફરાર આરોપી કડીમાંથી ઝડપાયો


મહેસાણા, 14 એપ્રિલ (હિ.સ.) કડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબીશન ગુનામાં છેલ્લા 6 મહિનાથી નાસતા ફરતા આરોપીને મહેસાણા પેરોલ/ફર્લો સ્કોડે ઝડપી પાડ્યો છે. રાજ્યસ્તરે ફરાર આરોપીઓને ઝડપી પાડવા હાથ ધરાયેલી ખાસ ઝુંબેશ અંતર્ગત આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પેરોલ/ફર્લો સ્કોડે સઘન શોધખોળ હાથ ધરી હતી. પેટ્રોલિંગ દરમિયાન ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે મળેલી માહિતી મુજબ કડીના દશામાં મંદિર વિસ્તારમાં આરોપી હાજર હોવાની બાતમી મળી હતી.

બાતમીના આધારે ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતાં ગૌરવ દીપેશ ગાંધી મળી આવ્યો હતો. પોલીસ ઓળખ આપ્યા બાદ તેની પૂછપરછ કરતા તે જ પ્રોહિબીશન ગુનામાં ફરાર હોવાની પુષ્ટિ થઈ હતી. આરોપીને ઝડપી પાડ્યા બાદ તેની ધરપકડ અંગે તેના પરિવારજનોને જાણ કરી કડી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે. આગળની કાર્યવાહી કડી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

આ કામગીરીમાં PSI કે.જી. ચૌધરી સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande