૧૫ મહિનાથી ફરાર આરોપી ઉનાવા પોલીસે ઝડપી પાડ્યો
મહેસાણા, 14 એપ્રિલ (હિ.સ.) ઉનાવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં છેલ્લા અંદાજે ૧૫ મહિનાથી નાસતા ફરતા આરોપીને ઉનાવા પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી અને ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ
૧૫ મહિનાથી ફરાર આરોપી ઉનાવા પોલીસે ઝડપી પાડ્યો


મહેસાણા, 14 એપ્રિલ (હિ.સ.) ઉનાવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં છેલ્લા અંદાજે ૧૫ મહિનાથી નાસતા ફરતા આરોપીને ઉનાવા પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી અને ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવના માર્ગદર્શન હેઠળ ફરાર આરોપીઓને પકડવાની ખાસ ઝુંબેશ ચાલી રહી છે.

આ ઝુંબેશ અંતર્ગત ઉનાવા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે હ્યુમન સોર્સ દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે, ગુનામાં ફરાર આરોપી ઉનાવા હાઈવે પર એસ.આર. પેટ્રોલ પંપ સામે હાજર છે. મળેલી માહિતીના આધારે પોલીસ ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતાં વલી જમાલભાઈ ઉસ્માનભાઈ સીધી (ઉ.વ.૩૨, રહે. ગણવાડા સૈયદવાસ, તા. સિદ્ધપુર, જી. પાટણ) મળી આવ્યો હતો.

પોલીસે તેની ઓળખ પુષ્ટિ કરી તેને કાયદેસરની કાર્યવાહી માટે ઉનાવા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો. આરોપી વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા એક્ટ ૨૦૨૩ની કલમ ૩૦૩(૨) અને ૫૪ હેઠળ ગુનો નોંધાયેલ હતો.

આ કામગીરીમાં પી.એસ.આઈ. એસ.વી. પઢારીયા સહિત પોલીસ ટીમના અનેક કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હાલ પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande