મહેસાણા જિલ્લામાં ઉનાળુ વાવેતરમાં વધારો: 46,959 હેક્ટર સાથે નવા રેકોર્ડની નોંધ
મહેસાણા, 14 એપ્રિલ (હિ.સ.) મહેસાણા જિલ્લામાં આ વર્ષે ઉનાળુ વાવેતરમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ખેતીવાડી વિભાગે 44,977 હેક્ટર વાવેતરનો અંદાજ રાખ્યો હતો, જેના સામે 46,959 હેક્ટરમાં વાવેતર નોંધાતા 104.41% સિદ્ધિ મેળવી છે. અગાઉ 2024માં 45,200 હેક્
મહેસાણા જિલ્લામાં ઉનાળુ વાવેતરમાં વધારો: 46,959 હેક્ટર સાથે નવા રેકોર્ડની નોંધ


મહેસાણા, 14 એપ્રિલ (હિ.સ.) મહેસાણા જિલ્લામાં આ વર્ષે ઉનાળુ વાવેતરમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ખેતીવાડી વિભાગે 44,977 હેક્ટર વાવેતરનો અંદાજ રાખ્યો હતો, જેના સામે 46,959 હેક્ટરમાં વાવેતર નોંધાતા 104.41% સિદ્ધિ મેળવી છે. અગાઉ 2024માં 45,200 હેક્ટર સૌથી વધુ વાવેતર થયું હતું, જેને આ વર્ષે પાછળ મૂકવામાં આવ્યું છે.

તાલુકાવાર જોવામાં આવે તો બહુચરાજીમાં 151.38% સાથે 2,248 હેક્ટરમાં વાવેતર થયું છે, જ્યારે જોટાણામાં 105.48% અને કડીમાં 101.77% વાવેતર નોંધાયું છે. ખેરાલુમાં 100.70% અને મહેસાણા તાલુકામાં 102.74% વાવેતર થયું છે, જ્યારે સતલાસણામાં 92.25% વાવેતર નોંધાયું છે.

જિલ્લામાં કુલ વાવેતરમાંથી 28,293 હેક્ટર એટલે કે 60.25% વિસ્તારમાં ઘાસચારાનું વાવેતર થયું છે, જે મુખ્ય પાક તરીકે ઉભરી આવ્યું છે. ત્યારબાદ 11,078 હેક્ટર (23.59%) સાથે બાજરી બીજો મુખ્ય પાક રહ્યો છે. ઉપરાંત 4,105 હેક્ટરમાં શાકભાજી, 2,068 હેક્ટરમાં મગફળી અને અન્ય પાકોનો પણ સમાવેશ થાય છે.

પશુપાલન સાથે જોડાયેલા ખેડૂતો રોકડિયા પાકોની જગ્યાએ પશુઆહાર માટેના પાકોને વધુ પ્રાધાન્ય આપતા હોવાનું સ્પષ્ટ થયું છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande