નવસારી: ગણદેવીમાં કોંગ્રેસના 20 ફોર્મ રદ, ભાજપ 21 બેઠકો પર બિનહરીફ
નવસારી, 14 એપ્રિલ (હિ.સ.)-નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પક્ષનો અધિકૃત મેન્ડેટ રજૂ ન કરાતા કોંગ્રેસના તમામ 20 ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યા છે. સાથે જ એક અપક્ષ ઉમેદવારનું ફોર્મ પણ રદ થયું છે. ગણદેવી નગ
कांग्रेस


નવસારી, 14 એપ્રિલ (હિ.સ.)-નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પક્ષનો અધિકૃત મેન્ડેટ રજૂ ન કરાતા કોંગ્રેસના તમામ 20 ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યા છે. સાથે જ એક અપક્ષ ઉમેદવારનું ફોર્મ પણ રદ થયું છે.

ગણદેવી નગરપાલિકાની 24 બેઠકો માટે કુલ 69 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, જેમાં ભાજપના 49, કોંગ્રેસના 20 અને અપક્ષ ઉમેદવારોના ફોર્મ સામેલ હતા. ચકાસણી દરમિયાન કોંગ્રેસના ઉમેદવારો પાસે મેન્ડેટ ન હોવાને કારણે તમામ ફોર્મ નામંજૂર કરાયા.

આ પરિસ્થિતિ બાદ ભાજપે 24માંથી 21 બેઠકો બિનહરીફ જીત મેળવી છે. હવે બાકી રહેલી 3 બેઠકો પર ભાજપ અને અપક્ષ ઉમેદવારો વચ્ચે ચૂંટણી થવાની છે.

હાલમાં વોર્ડ નંબર 1, 4 અને 6માં ભાજપના ઉમેદવારો સામે અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે આ બેઠકો પણ બિનહરીફ થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

આ સમગ્ર ઘટનાક્રમ બાદ કોંગ્રેસની સ્થાનિક સંગઠનાત્મક કાર્યપદ્ધતિ પર પ્રશ્નો ઊભા થયા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande