પ્રધાનમંત્રી મોદી આજે દિલ્હી-દહેરાદૂન આર્થિક કોરિડોરનું ઉદ્ઘાટન કરશે
નવી દિલ્હી, 14 એપ્રિલ (હિ.સ.) પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, આજે દિલ્હી-દહેરાદૂન આર્થિક કોરિડોરનું ઉદ્ઘાટન કરશે. આશરે 12,000 કરોડથી વધુના ખર્ચે બાંધવામાં આવેલ આ છ લેનનો ઍક્સેસ કંટ્રોલ્ડ કોરિડોર આશરે 213 કિલોમીટર લાંબો છે. આ પ્રોજેક્ટ દિલ્હી, ઉત્
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સાર્વજનિક કાર્યક્રમ


નવી દિલ્હી, 14 એપ્રિલ (હિ.સ.) પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, આજે દિલ્હી-દહેરાદૂન આર્થિક કોરિડોરનું ઉદ્ઘાટન કરશે. આશરે 12,000 કરોડથી વધુના ખર્ચે બાંધવામાં આવેલ આ છ લેનનો ઍક્સેસ કંટ્રોલ્ડ કોરિડોર આશરે 213 કિલોમીટર લાંબો છે. આ પ્રોજેક્ટ દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ વચ્ચે જોડાણને નવી ગતિ આપશે. આ કાર્યક્રમની પૂર્વસંધ્યાએ પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ) દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીએ પણ પ્રધાનમંત્રીના આ મહત્વપૂર્ણ કાર્યક્રમની સંક્ષિપ્ત માહિતી તેમના ફોટો સાથે એક્સ પર શેર કરી છે.

પ્રધાનમંત્રી કાર્યાલય અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આજે ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે. સવારે લગભગ 11.15 વાગ્યે પ્રધાનમંત્રી દિલ્હી-દહેરાદૂન આર્થિક કોરિડોરના એલિવેટેડ સેક્શન પર વન્યજીવ કોરિડોરની સમીક્ષા કરવા માટે ઉત્તર પ્રદેશના સહારનપુરની મુલાકાત લેશે. સવારે લગભગ 11.40 વાગ્યે પ્રધાનમંત્રી, દહેરાદૂન નજીક 'જય માં દત કાલી મંદિર' માં પૂજા કરશે. ત્યારબાદ બપોરે લગભગ 12:30 વાગ્યે પ્રધાનમંત્રી, દહેરાદૂનમાં એક જાહેર કાર્યક્રમમાં દિલ્હી-દહેરાદૂન આર્થિક કોરિડોરનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ એક જનસભાને પણ સંબોધિત કરશે.

કોરિડોરની લાક્ષણિકતાસૌથી મોટી વિશેષતા એ છે કે, દિલ્હીથી દહેરાદૂનની મુસાફરીનો સમય હવે 6 કલાકથી વધુ છે. એકવાર આ કોરિડોર કાર્યરત થઈ જાય પછી આ સમય ઘટીને 2.5 કલાક થઇ જશે. આનાથી મુસાફરોને ઝડપી, સુરક્ષિત અને સરળ મુસાફરીનો અનુભવ મળશે.

આ પ્રોજેક્ટ હેઠળ, 10 ઇન્ટરચેન્જ, ત્રણ રેલવે ઓવર બ્રિજ (આરઓબી), ચાર મોટા પુલ અને 12 વે-સાઇડ સુવિધાઓ વિકસાવવામાં આવી છે. વધુમાં, વધુ સારા ટ્રાફિક વ્યવસ્થાપન અને સલામતી માટે એડવાન્સ્ડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ (એટીએમએસ) પણ સ્થાપિત કરવામા આવી છે.

પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખીને આ કોરિડોરમાં ઘણી વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. વન્યજીવોનું રક્ષણ કરવા અને માનવ-વન્યજીવ સંઘર્ષને ઘટાડવા માટે, 12 કિલોમીટર લાંબો 'વાઇલ્ડલાઇફ એલિવેટેડ કોરિડોર' બનાવવામાં આવ્યો છે, જે એશિયાના સૌથી લાંબા કોરિડોરમાંથી એક છે. આ ઉપરાંત, આઠ પશુ ટ્રેક, 200 મીટરના બે હાથી અંડરપાસ અને દાત કાલી મંદિર નજીક 370 મીટર લાંબી ટનલનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.

આ કોરિડોર પ્રાદેશિક આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા, પ્રવાસનને પ્રોત્સાહન આપવા અને વ્યવસાયની નવી તકો ઊભી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ પ્રોજેક્ટને આધુનિક માળખાગત સુવિધાઓ અને પર્યાવરણીય સંતુલનના સમન્વયનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર /મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande