
વડોદરા,14 એપ્રિલ (હિ.સ.) એસવીઆઇટી, વાસદ તરફથી તાજેતરમાં જ એકેડેમિક ટોપર્સ ઉપરાંત કલ્ચરલ, એનએસએસ, એનસીસી અને સ્પોર્ટ્સ ક્ષેત્રમાં વર્ષ દરમિયાન ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ભવ્ય સમારોહમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે એકેડેમિક ટોપર્સ સિવાય એરોનોટિકલ ડિપાર્ટમેન્ટ તરફથી “બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર”, સિવિલ ડિપાર્ટમેન્ટ તરફથી “સુરેન્દ્ર સેઠ બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર”, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન વિભાગમાં કાનન એવોર્ડ, તેમજ અન્ય વિભાગો તરફથી પણ “બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર” એવોર્ડ એનાયત કરવામાં આવ્યા. સાથે સાથે “બેસ્ટ લાઇબ્રેરી યુઝર એવોર્ડ”, “બેસ્ટ એનસીસી કેડેટ”, “બેસ્ટ એનએસએસ વોલન્ટિયર”, આ ઉપરાંત વર્ષ દરમિયાન રમતગમત ક્ષેત્રે ખૂબ સુંદર પ્રદર્શન કરનાર ખેલાડીને “અતિત સેઠ-બેસ્ટ પ્લેયર ઓફ ધ યર” એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
આમ કુલ 400થી વધુ વિદ્યાર્થીઓને વિવિધ કેટેગરીમાં એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. એકેડેમિક પ્રવૃત્તિઓ સાથે સાથે સહપાઠ્ય પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓની અંદર રહેલી પ્રતિભા અને શક્તિઓને બહાર લાવવા માટે એસવીઆઇટી મેનેજમેન્ટ સતત
પ્રયત્નશીલ છે. આ પ્રયત્નો દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય અને તેઓ દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે તેવા પ્રયાસો કરવામાં આવે છે.
સમગ્ર એસવીઆઇટી પરિવાર તરફથી તમામ વિજેતા વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવે છે.
એસ.વી.આઇ.ટી. વાસદના અધ્યક્ષ ભાસ્કર પટેલ, ઉપાધ્યક્ષ શંભુ પટેલ, મંત્રી ભાવેશ પટેલ, ખજાનચી કિશોરપટેલ, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર દિપક પટેલ, આચાર્ય(એન્જિનિયરિંગ) ડૉ. ડી.પી સોની, આચાર્ય (નર્સિંગ) ડૉ.એકતા પટેલ ડૉ.વિકાશ અગ્રવાલ (ડાયરેક્ટર ફિઝિકલ એજ્યુકેશન) અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરિવાર તરફથી વિજેતા ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ