વાપી સર્કિટ હાઉસ સામે સ્કોર્પિયો N કારમાં અચાનક આગ, અફરાતફરીનો માહોલ
વાપી , 14 એપ્રિલ (હિ.સ.) વાપી શહેરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ની જયંતિ નિમિત્તે યોજાયેલી રેલી દરમિયાન એક અચાનક બનાવ સામે આવ્યો હતો. રેલીમાં સામેલ સ્કોર્પિયો N કારમાં વાપી સર્કિટ હાઉસ સામે અચાનક આગ લાગી જતા લોકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
સ્કોર્પિયો N માં આગ

મળતી માહિતી મુજબ, શરૂઆતમાં આગ ગાડીની વાયરિંગમાંથી લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારબાદ આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ વાપી ટાઉન પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

ફાયર વિભાગ દ્વારા ત્વરિત કામગીરી કરીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ગાડીનો મોટો ભાગ બળી ગયો હતો.

આ બનાવને પગલે રેલી દરમિયાન થોડીવાર માટે અવરજવર પ્રભાવિત થઈ હતી. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha

 rajesh pande