

પાટણ, 14 એપ્રિલ (હિ.સ.)પાટણ નગરપાલિકાની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને સુચારુ રીતે પૂર્ણ થાય તે હેતુથી પ્રથમ તબક્કાની તાલીમ શિબિર યોજાઈ હતી, જેમાં અધિકારીઓ અને કર્મચારીઓને જવાબદારીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પ્રાંત અધિકારી હિરેન ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયેલી આ તાલીમમાં EVM સંચાલન, મશીન સીલ કરવાની પ્રક્રિયા અને તેના ટેકનિકલ પાસાઓ અંગે પ્રાયોગિક સમજ આપવામાં આવી હતી. સાથે જ રજિસ્ટર રાખવાની રીત, કાયદાકીય ફોર્મ્સ અને દસ્તાવેજી પ્રક્રિયા વિશે પણ સમજાવવામાં આવ્યું હતું.
મતદાન મથક પર શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ વાતાવરણ જાળવવા પર ભાર મુકાયો હતો. અધિકારીએ પ્રિસાઇડિંગ અને પોલિંગ ઓફિસરની મહત્વપૂર્ણ ભૂમિકા સમજાવી અને જણાવ્યું કે નિષ્કલંક કામગીરી માટે આવી તાલીમ અનિવાર્ય છે. આગળના તબક્કામાં બાકી સ્ટાફને પણ તાલીમ આપવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ