લાઠી નજીક કપાસ ભરેલા ટ્રકમાં અચાનક આગ, કારણ અકબંધ
અમરેલી,14 એપ્રિલ (હિ.સ.) લાઠી નજીક બપોરના સમયે કપાસ ભરેલા ટ્રકમાં અચાનક આગ લાગી જતાં વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ ટ્રકની અંદર મોટી માત્રામાં કપાસ ભરેલો હતો અને અજાણ કારણોસર અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતાં જ આસપાસના લોકોમાં
લાઠી નજીક કપાસ ભરેલા ટ્રકમાં અચાનક આગ, કારણ અકબંધ


અમરેલી,14 એપ્રિલ (હિ.સ.)

લાઠી નજીક બપોરના સમયે કપાસ ભરેલા ટ્રકમાં અચાનક આગ લાગી જતાં વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ ટ્રકની અંદર મોટી માત્રામાં કપાસ ભરેલો હતો અને અજાણ કારણોસર અચાનક આગ ભભૂકી ઉઠી હતી.

આગ લાગતાં જ આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને તરત જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે દોડી આવેલ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક કામગીરી હાથ ધરી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. થોડા સમયની જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી, જેના કારણે વધુ મોટું નુકસાન થતું અટક્યું હતું.

આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાની માહિતી સામે આવી નથી, પરંતુ ટ્રકમાં ભરેલો કપાસ ભાગ્યે જળીને નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી, જેથી તપાસ શરૂ કરવામાં આવી છે.

સ્થાનિક લોકોએ ફાયર વિભાગની ઝડપી કામગીરીની પ્રશંસા કરી હતી. ઘટનાને પગલે માર્ગ પર થોડો સમય માટે ટ્રાફિક પર પણ અસર જોવા મળી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande