
અમરેલી,14 એપ્રિલ (હિ.સ.)
આજ રોજ અમરેલી ખાતે ભારતના મહાન સંવિધાન નિર્માતા ડૉ. બાબાસાહેબ આંબેડકરની જયંતિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
કાર્યક્રમમાં મંત્રી, ધારાસભ્ય તથા સાંસદ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે બાબાસાહેબના વિચારોને યાદ કર્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા જણાવાયું હતું કે બાબાસાહેબે આપેલા સમાનતા, ન્યાય અને બંધારણીય મૂલ્યો આજે પણ સમાજ માટે માર્ગદર્શક છે.
તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે ડૉ. આંબેડકરના વિચારો આપણને સમાજમાં સમરસતા, એકતા અને પ્રગતિ તરફ આગળ વધવા પ્રેરણા આપે છે. તેમના જીવન સંઘર્ષ અને કાર્યશૈલી દરેક માટે પ્રેરણાસ્ત્રોત છે.
આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, યુવાનો અને સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાબાસાહેબના વિચારોથી પ્રેરિત સંદેશો ગુંજતા રહ્યા હતા, જેના કારણે વાતાવરણ ભાવનાત્મક અને પ્રેરણાદાયક બન્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai