
સુરત, 14 એપ્રિલ (હિ.સ.): સુરતના આંગણે સમસ્ત લેઉવા પટેલ વોરા પરિવારનો ભવ્ય સ્નેહમિલન સમારોહ યોજાયો હતો, જેમાં વોરા પરિવારના અંદાજે 2000થી વધુ સભ્યોએ ઉત્સાહભેર ભાગ લઈ સંગઠનની શક્તિનો પરિચય આપ્યો હતો.
પરિવારની સર્વાંગી પ્રગતિના ઉદ્દેશથી આયોજિત આ સમારોહમાં યુવાનોએ શિક્ષણ, આરોગ્ય, અને નોકરી-ધંધા જેવા મહત્વના વિષયો પર ગહન ચર્ચા કરી હતી અને આધુનિક યુગમાં પરિવારનો દરેક સભ્ય આર્થિક અને સામાજિક રીતે પગભર બને અને પરિવારના સભ્યોમાં એકબીજા પ્રત્યે પ્રેમ અને મુશ્કેલ સમયમાં પરસ્પર મદદ બનવા સંકલ્પબદ્ધ થયા હતા.
ખાસ કરીને વડીલોનું માન-સન્માન જળવાય અને આવનારી નવી પેઢીમાં ઉચ્ચ સંસ્કારોનું સિંચન થાય તેના પર ભાર મૂકી સૌએ સૌએ સાથે મળીને સ્નેહભોજન લીધું હતું.
આ સ્નેહમિલન માત્ર એક મેળાવડો નથી, પરંતુ આપણા પરિવારની એકતા અને આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે. એમ સમસ્ત લેઉવા પટેલ વોરા પરિવારની ઉત્સાહી આયોજક ટીમે જણાવ્યું હતું. આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં બાળકો અને યુવાનોએ મનમોહક કૃતિઓ રજૂ કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે