
જુનાગઢ 14 એપ્રિલ (હિ.સ.) આજરોજ માંગરોળ બંદરના આંગણે સમસ્ત ખેતલપાર પરિવાર તથા માંગરોળ બંદર ખારવા સમાજ દ્વારા શિવ હાપુરાણ સત્સંગ જ્ઞાન યજ્ઞ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ તેમાં ખેતલપાર પરિવાર ના આમંત્રણ અને માન આપીને આજે શિવ મહાપુરાણ સત્સંગ જ્ઞાન યજ્ઞ માં છઠ્ઠા દિવસે શિવ પાર્વતી વિવાહ મહોત્સવમાં હાજર રહેલ અખિલ ગુજરાત માછીમાર મહા મંડળ ના પ્રમુખ કિશોરમોહનભાઈ કુહાડા, સમસ્ત ગુજરાત ખારવા સમાજ ના ઉપ પ્રમુખ તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ જીતુ ભાઈ તથા આગેવાનો દ્વારા વ્યાસપીઠ પર થી કથાકાર આતંરરાષ્ટ્રીય શિવ કથાકાર પૂ. હંસદેવ ગીરી બાપુ ને પુષ્પગુચ્છ તેમજ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે સમસ્ત ખેતલપાર પરિવાર તથા માંગરોળ બંદર ખારવા સમાજ દ્વારા કિશોર કુહાડા જીતુ કુહાડા તથા તમામ આગેવાનોનું સાલ ઓઢાડી મોમેન્ટો આપી અને રુદ્રાક્ષની માળા અર્પણ કરવામાં આવેલ આ પ્રસંગે વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના ઉપ પટેલ બાબુભાઈ આગિયા, વેરાવળ હોડી એસોસિએશન ના પ્રમુખ હીરાભાઈ વધાવી, ચંદ્ર શીલા એસપોર્ટર વિક્રમભાઈ સુયાણી, વેરાવળ શહેર ભાજપ ના ઉપ પ્રમુખ પૃથ્વીભાઈ ફોફંડી વેરાવળ સમસ્ત ખારવા સમાજના મંત્રી નારણભાઈ બાંડીયા, તેમજ આગેવાનો કિશનભાઇ વાંદરવાળા કિશોરભાઈ ગોહેલ, સન્નીભાઈ આગિયા, પ્રકાશભાઈ માલમડી, સહિત ના તમામ લોકો એ શિવમહાપુરાણ નુ રસપાનકરી ધન્ય અનુભવ્યાહતાતેમજ મુખ્ય યજમાન સમસ્ત ખેતરપાળ પરિવારના હીરાભાઈ ખેતરપાળ નારણભાઈ ખેતરપાળ રમેશભાઈ ખેતરપાળ જમનાદાસ ખેતરપાળ રાજેશભાઈ ખેતરપાળ સહિતના સમસ્ત ખેતરપાળ પરિવાર તથા બહોળી સંખ્યામાં માંગરોળ ખારવા સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહીને આ કથા નો લાભ લીધો હતો
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ