રાષ્ટ્રપતિને અમદાવાદ એરપોર્ટ પરથી, રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ ભાવસભર વિદાય આપી
અમદાવાદ,15 એપ્રિલ (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીનો ત્રિ-દિવસીય ગુજરાત પ્રવાસ સમ્પન્ન થયો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને અમદાવાદ એરપોર્ટ પરથી ભાવસભર વિદાય આપી હતી. ભારતના રાષ્ટ્રપતિ દ્ર
The Governor and Chief Minister bid a fond farewell to the President at Ahmedabad Airport.


અમદાવાદ,15 એપ્રિલ (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીનો ત્રિ-દિવસીય ગુજરાત પ્રવાસ સમ્પન્ન થયો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને અમદાવાદ એરપોર્ટ પરથી ભાવસભર વિદાય આપી હતી.

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંગળવારે, તેમની ગુજરાત મુલાકાત દરમિયાન લોકભવન ખાતે ભારતીય બંધારણના શિલ્પી ડૉ.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના પોટ્રેટને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

સાંજે રાષ્ટ્રીય સુરક્ષા અને પોલીસ પ્રશિક્ષણ ક્ષેત્રે દેશની અગ્રણી સંસ્થા,રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ખાતે મંગળવારે ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ગરિમામય અધ્યક્ષસ્થાને પાંચમો દીક્ષાંત સમારોહ સંપન્ન થયો હતો.

આ પ્રસંગે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ એમ.કે.દાસ, રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા કે.એલ.એન.રાવ, એર વાઇસ માર્શલ પ્રશાંત આર્ય, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ.મલિક તથા અમદાવાદ કલેકટર સુજીત કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓએ રાષ્ટ્રપતિને ભાવસભર વિદાય આપી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande