અમરેલીમાં “ખેડૂત પુત્ર કૃષિ મેળા”માં સાંસદ ભરત સુતરીયાની હાજરી
અમરેલી, 15 એપ્રિલ (હિ.સ.) : અમરેલી ખાતે આયોજિત “ખેડૂત પુત્ર કૃષિ મેળા”માં અમરેલી લોકસભાના સાંસદ ભરત સુતરીયાએ હાજરી આપી હતી. આ પ્રસંગે ખેડૂતોમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ મેળા દરમિયાન આધુનિક
અમરેલીમાં “ખેડૂત પુત્ર કૃષિ મેળા”માં સાંસદ ભરત સુતરીયાની હાજરી


અમરેલી, 15 એપ્રિલ (હિ.સ.) : અમરેલી ખાતે આયોજિત “ખેડૂત પુત્ર કૃષિ મેળા”માં અમરેલી લોકસભાના સાંસદ ભરત સુતરીયાએ હાજરી આપી હતી. આ પ્રસંગે ખેડૂતોમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.

કૃષિ મેળા દરમિયાન આધુનિક ખેતી પદ્ધતિઓ, નવી ટેકનોલોજી, ગુણવત્તાયુક્ત બીજ, ખાતર અને ઉત્પાદન વૃદ્ધિ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નિષ્ણાતોએ ખેડૂતોને વૈજ્ઞાનિક રીતે ખેતી કરવાની પદ્ધતિઓ સમજાવી, જેથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય.

સાંસદ ભરત સુતરીયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ખેતી દેશની અર્થવ્યવસ્થાનો આધારસ્તંભ છે અને ખેડૂતોના વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. તેમણે ખેડૂતોને નવી ટેકનોલોજી અપનાવવા અને આધુનિક પદ્ધતિઓ તરફ આગળ વધવા પ્રેરિત કર્યા હતા.

આ કૃષિ મેળાથી ખેડૂતોને નવી માહિતી, ટેકનોલોજી અને માર્ગદર્શન મળ્યું, જે તેમની ખેતીને વધુ સશક્ત બનાવવામાં મદદરૂપ થશે. કાર્યક્રમ અંતે ખેડૂતોમાં ઉત્સાહ અને વિશ્વાસનો માહોલ જોવા મળ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande