
અમરેલી, 15 એપ્રિલ (હિ.સ.) :
આજરોજ અમરેલી લોકસભાના સાંસદ ભરત સુતરીયાએ બાબરા ખાતે શહેર ભાજપની મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેઠકમાં સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા અને આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
સાંસદએ કાર્યકર્તાઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, પક્ષની મજબૂતી કાર્યકર્તાઓની સક્રિયતા અને એકતામાં નિશ્ચિત છે. તેમણે બૂથ સ્તરે મજબૂત માળખું ઉભું કરવા, વધુમાં વધુ મતદારો સુધી પહોંચવા અને જનસંપર્ક વધારવા પર ભાર મૂક્યો હતો. આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુવ્યવસ્થિત વ્યૂહરચના ગોઠવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બેઠક દરમિયાન વિવિધ વિસ્તારોના મુદ્દાઓ, સ્થાનિક સમસ્યાઓ અને વિકાસના પ્રશ્નો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. કાર્યકર્તાઓને જવાબદારીપૂર્વક કાર્ય કરવાની અને પક્ષના કાર્યક્રમોને સફળ બનાવવા માટે સક્રિય રહેવાની અપીલ કરવામાં આવી હતી.
આ બેઠકથી કાર્યકર્તાઓમાં નવી ઊર્જા અને ઉત્સાહનો સંચાર થયો હતો. સૌએ મળીને સંગઠન મજબૂત બનાવવાની સાથે આવનારી ચૂંટણીમાં ભાજપને વિજયી બનાવવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai