ભાવનગર જિલ્લામાં રહેતા આ ખેડૂત અલગ અલગ પ્રકારના તરબૂચની ખેતી કરી લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે.
ભાવનગર,15 એપ્રિલ (હિ.સ.) હાલના સમયમાં જોઈએ તો ખેડૂતો હવે દિવસેને દિવસે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. રાસાયણિક ખેતી ની સરખામણીએ પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો થતો હોય ઉત્પાદન સારું મળી રહેતું હોવાના કારણે ખેડૂતોને પણ તેનો ફાયદો થ
ભાવનગર


ભાવનગર,15 એપ્રિલ (હિ.સ.) હાલના સમયમાં જોઈએ તો ખેડૂતો હવે દિવસેને દિવસે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. રાસાયણિક ખેતી ની સરખામણીએ પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો થતો હોય ઉત્પાદન સારું મળી રહેતું હોવાના કારણે ખેડૂતોને પણ તેનો ફાયદો થઈ રહ્યો છે. કેટલાક ખેડૂતો તો હવે પરંપરાગત પાકોનું વાવેતર બંધ કરી ટૂંકા સમયગાળામાં તૈયાર થતા પાકોનું વાવેતર કરી તેમાંથી પરંપરાગત પાકોની સરખામણીએ લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે.

ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના સનાળા ગામે રહેતા ખેડૂત બાલધિયા હિંમત જેવો છેલ્લા ઘણા વર્ષોથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે અગાઉ પોતે રાસાયણિક ખેતી કરતા હતા પરંતુ છેલ્લા 8 વર્ષથી પોતે સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તેમાં પણ છેલ્લા ચાર વર્ષથી મિત્રોની પ્રેરણાથી અલગ અલગ પ્રકારના તરબૂચનું વાવેતર કરી રહ્યા છે આ વર્ષે પણ તેઓએ અલગ અલગ પ્રકારની વેરાઈટીના તરબૂચનું વાવેતર કરેલું છે આ તરબૂચનું તેઓ સુરત ખાતે વેચાણ કરી રહ્યા છે અને એક વીઘામાંથી 1,50,000 સુધીનું ઉત્પાદન મેળવી રહ્યા છે.

આ અંગે હિંમતભાઈએ જણાવ્યું કે આઠ વર્ષ પહેલાં મેં સુભાષ પાલેકરની શિબિરમાં ભાગ લીધો અને ત્યારબાદ પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી હતી. હાલ હું સાડા પાંચ વીઘા જેટલી જમીનમાં સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું. છેલ્લા ચાર વર્ષથી હું તરબૂચની ખેતી કરી રહ્યો છું ખેતીમાં કંઈક અલગ પાકોનું વાવેતર કરવાનો વિચાર આવતા ને તરબૂચની ખેતી કરવાની શરૂઆત કરી હતી. ખાસ કરીને મારા એક મિત્ર જે વડોદરામાં રહે છે તેઓ પાસેથી પ્રાકૃતિક ખેતી કરવા અંગેની જરૂરી સલાહ મને મળી અને તેનો પૂરતો સહકાર મને મળ્યો.

હાલ મેં અલગ અલગ જાતના તરબૂચનું વાવેતર કરેલું છે જેમાં મન્નત-2 જે અંદરથી લાલ છે. ત્યારબાદ એક પીળા રંગના તરબૂચનું વાવેતર કરેલું છે. ત્યારબાદ અંદરથી એક રેગ્યુલર જે તરબૂચ આપણે અહીંયા આવે છે તે વાવેતર કરેલું છે. તેની માવજતની વાત કરવામાં આવે તો સૌપ્રથમ તરબૂચની ખેતી કરવા માટે હું જમીન તૈયાર કર્યા બાદ તેમાં મલ્ચીગ કરું છું. ત્યારબાદ સમયસર તેમાં પિયત આપવામાં આવે છે હાલ મેં તરબૂચની સાથે સાથે અમેરિકન મકાઈનું પણ મિશ્ર પાક તરીકે વાવેતર કરેલું છે.

મે જે પીળા તરબૂચનું વાવેતર કરેલું છે તેનું હું વેચાણ સુરત ખાતે કરી રહ્યો છું તેના એક કિલોના ભાવ મને 60 ની આસપાસ મળી રહે છે. જ્યારે લાલ રંગના તરબૂચના મને 60 રૂપિયા ની આસપાસ ભાવ મળે છે. હું આમ તો દર વર્ષે એક વીઘા માંથી 1,50,000 સુધીનું ઉત્પાદન મેળવવું છું. આ વર્ષે પણ મને એટલું જ ઉત્પાદન મળી રહેશે તેવી મને આશા રહેલી છે.

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande