
પોરબંદર, 16 એપ્રિલ (હિ.સ.)પોરબંદર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ દ્વારા પ્રભારી તરીકે રામભાઈ મોકરીયાની નિમણુંક કરવામાં આવી છે.
આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાનાર છે આ માટેના ફોર્મ ભરવાની અને ફોર્મ પાછા ખેંચવાની સમય મર્યાદા પૂર્ણ થયેલ છે. અને ક્યાં ક્યાં અને કોણ કોણ ઉમેદવારો છે, તેમનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયેલ છે.ભારતીય જનતા પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેના ઉમેદવારોને જીતાડવાની નેમ લીધી છે. ઉમેદવારો પણ ભાજપનો ધ્વજ લહેરાવવા ભારે ઉત્સુક છે.પોરબંદર જિલ્લામાં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓની જવાબદારી પ્રદેશ ભાજપે રાજ્યસભાના સંસદ રામભાઈ મોકરીયા ને સોંપેલી છે.સંસદ સભ્ય રામભાઈ મોકરીયા, પોરબંદરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની સાથે સંકલન કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેસરિયો લહેરાવવા માટે ખૂબ સક્રિય રીતે કામગીરી કરી રહ્યા છે.સંસદ સભ્ય રામભાઈ મોકરીયાનું પોરબંદર વતન છે તેમજ રાજકીય કાર્યક્ષેત્ર છે.
આ ચૂંટણીમાં ઉમેદવારોને વિજય બનાવવા ભાજપનો કેસરિયો લહેરાવવા માટે આયોજનબદ્ધ રીતે તૈયારીઓ આરંભી દીધી છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે સાંસદ રામભાઈ મોકરીયા છેલ્લા 50 વર્ષથી એ. બી. વી. પી. થી જનસંઘ થી અત્યાર સુધી ભાજપ સાથે જોડાયેલ છે.ભૂતકાળમાં જે જવાબદારી મળી તે પ્રામાણિક, નિષ્ઠાપૂર્વક નિભાવી છે. વર્ષોથી પાર્ટી સાથે જોડાયેલ છે.રામભાઈને પોરબંદર ખાતે 2007 તથા 2012 માં વિધાનસભામાં પણ જવાબદારી આપી હતી તેમજ ચુંટણીના કામે જ્યારે જવાબદારી આપી છે તે તેમણે પ્રમાણિકતાથી નિભાવી છે. છેલ્લે મુંબઈ અને ઉત્તર પ્રદેશમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહ મંત્રી અમિતભાઈ શાહે ખાસ જવાબદારી સોપી હતી.તેમણે ઉત્તર પ્રદેશમાં વરિષ્ઠનેતાઓ સાથે સંકલન કરીને બે માસ સુધી કેમ્પ કર્યો હતો અને ભાજપના વિજયમાં યોગદાન આપેલું હતું.
આ ઉપરાંત છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલી વિવિધ ચૂંટણીઓમાં તેમને પાર્ટીએ જ્યાં જ્યાં જવાબદારી સોંપી હતી ત્યાં તેઓએ સફળતાપૂર્વક જવાબદારી નિભાવેલી છે,વર્ષો સુધી પોરબંદરમાં રહ્યા છે જેથી પોરબંદર જિલ્લાના દરેક ગામ, તાલુકા તથા શહેર થી પૂરી રીતે વાકેફ છે.તેઓ રાજકીય પરિસ્થિતિનો બહોળો અનુભવ ધરાવે છે. જેથી તેમની જિલ્લા પ્રભારી તરીકેની વરણી થતાં ચૂંટણીમાં વિશેષ લાભ મળશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. પોરબંદર જિલ્લાના ભાજપ પરિવારમાં તેમની વરણીને લઈને આનંદ છવાઈ ગયેલ છે.પોરબંદર મહાનગરપાલિકામાં કુલ 13 સીટો તેમજ જિલ્લા પંચાયતમાં 2 સીટો તથા તાલુકા પંચાયતમાં 7 સીટો બિન હરીફ થયેલ છે.
આમ ઉપરોક્ત પોરબંદર મહાનગરપાલિકા જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની સીટો ભાજપના ખાતામાં ગયેલી છે,દિલ્હી ખાતે ત્રણ દિવસ સ્પેશિયલ પાર્લામેન્ટ સત્ર ચાલુ હોય જે સત્રમાં મહિલા સશક્તિકરણના સંદર્ભમાં ચર્ચા થવાની હોય તેથી રામભાઈ મોકરીયા દિલ્હી ખાતે પાર્લામેન્ટમાં હાજરી આપશે તેઓ દિલ્હીથી પરત આવીને સીધા પોરબંદર ચુંટણીના કામે લાગી જશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya