
ભાવનગર,17 એપ્રિલ (હિ.સ.) ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે ખેડૂતો પોતાની અલગ અલગ જનસ લઈને વેચાણ કરવા માટે આવ્યા હતા ફક્ત ભાવનગર જીલ્લો જ નહીં પરંતુ અન્ય જિલ્લાઓમાંથી પણ ખેડૂતો અહીંયા અલગ અલગ પાકનું વેચાણ કરવા માટે આવતા હોય છે ખાસ કરીને મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં દર વર્ષે આવક નોંધાતી હોય છે ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડને ડુંગળીનું હબ પણ ગણવામાં આવે છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે થયેલ હરાજીમાં ગઈકાલની સરખામણીએ લાલ ડુંગળીના ભાવમાં ઘટાડો નોંધાયો છે.
મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે 7900 કટ્ટા લાલ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ 60 રૂપિયાથી 209 રૂપિયા સુધી રહ્યા હતા ગઈકાલની સરખામણીએ લાલ ડુંગળીના ભાવમાં 62 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે આ સાથે જ આજે સફેદ ડુંગળીના 135287 કટ્ટા નું વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ 150 રૂપિયાથી લઈને 262 રૂપિયા સુધી આજે રહ્યા હતા સફેદ ડુંગળીના ભાવમાં ગઈકાલની સરખામણીએ 4 રૂપિયાનો વધારો નોંધાયો છે. આ સાથે જ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં 33378 નગ નારીયલ નું વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ 560 રૂપિયાથી લઈને 2065 રૂપિયા સુધી રહ્યા હતા. ગઈકાલની સરખામણીએ તેના ભાવમાં 551 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
આ સાથે જ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીનું 32 નો ભાવ 1350 રૂપિયાથી લઈને 1397 રૂપિયા સુધી રહ્યા હતા. જ્યારે મગફળી 39 નો ભાવ 1250 રૂપિયા થી લઈને 1410 રૂપિયા સુધી રહ્યા હતા. જ્યારે મગફળી જી 20 નો ભાવ 1258 રૂપિયા થી લઈને 1440 રૂપિયા સુધી રહ્યા હતા જ્યારે મગફળી મગડી નો ભાવ 1570 રૂપિયાથી 1730 રૂપિયા સુધી રહ્યો હતો જ્યારે આજે 438 ગુણી મગફળીનું વેચાણ મહુવા માર્કેટિંગ યાર્ડમાં કરવામાં આવ્યું હતું.
આ સાથે જ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ઘઉં ટુકડાના 1307 કટ્ટા ની આવક નોંધાઈ હતી તેના ભાવ 300 રૂપિયાથી લઈને 621 રૂપિયા સુધી રહ્યા હતા ગઈકાલની સરખામણીએ તેના ભાવમાં 16 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આ સાથે જ આજે તલ સફેદ નો ભાવ 1700 રૂપિયાથી લઈને 2075 રૂપિયા સુધી રહ્યો હતો ત્યારે તલ કાળા નો ભાવ 1000 રૂપિયાથી લઈને 3375 સુધી રહ્યો હતો આજે 38 કટ્ટા તલની આવક નોંધાઈ હતી. સફેદ તલના ભાવમાં 30 રૂપિયાનો વધારો નોંધાયો હતો જ્યારે તલ કાળા ના ભાવમાં 195 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT