વોર્ડ.નં-9 માં ભાજપના ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ.
પોરબંદર, 16 એપ્રિલ (હિ.સ.)ગુજરાતના કેબિનેટમંત્રી, પ્રદેશ ઉપાધ્યક્ષ, સહીત પદાધિકારીઓ, કાર્યકરો, સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા : વોર્ડ ન. 9 ની પેનલ ના ઉમેદવારો એ વિજય વિશ્વાસ સાથે પ્રચારના કર્યા શ્રી ગણેશ પોરબંદર મહાનગરપાલિકા ની ચૂંટણી
વોર્ડ.નં-9 માં ભાજપના ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ.


વોર્ડ.નં-9 માં ભાજપના ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ.


વોર્ડ.નં-9 માં ભાજપના ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ.


વોર્ડ.નં-9 માં ભાજપના ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ.


વોર્ડ.નં-9 માં ભાજપના ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ.


વોર્ડ.નં-9 માં ભાજપના ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ.


પોરબંદર, 16 એપ્રિલ (હિ.સ.)ગુજરાતના કેબિનેટમંત્રી, પ્રદેશ ઉપાધ્યક્ષ, સહીત પદાધિકારીઓ, કાર્યકરો, સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા : વોર્ડ ન. 9 ની પેનલ ના ઉમેદવારો એ વિજય વિશ્વાસ સાથે પ્રચારના કર્યા શ્રી ગણેશ

પોરબંદર મહાનગરપાલિકા ની ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટી ના વોર્ડ ન. 9 ના ક્રિષ્નાબેન હિતલભાઈ રાજાણી, મીતાબેન વિકાસભાઈ જોશી, વિક્રમભાઈ વેજાભાઇ ઓડેદરા, સાગર રાજેશભાઈ (મનુભાઈ) મોદી દ્વારા એમ.જી. રોડ ઉપર ડાયમંડ ટ્રાન્સપોર્ટ ની બાજુમાં મધ્યસ્થ કાર્યાલય નો પ્રારંભકરવામાં આવ્યો હતો અને ચૂંટણી પ્રચારની શરૂઆત કરવામાં આવી હતી.

પોરબંદર માં વોર્ડ ન. 9 એ ભાજપ નું ગઢ છે, વિકાસ નું કેન્દ્રબિંદુ છે, અહીં ના મતદારો વિકાસ ની સાથે હરહંમેશ રહે છે ત્યારે આ મધ્યસ્થ કાર્યાલય ના શુભારંભ સમયે ગુજરાતના કેબિનેટમંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ રમેશભાઈ ધડુક, પૂર્વકેબિનેટમંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, સુદામા ડેરી ચેરમેન આકાશભાઈ રાજશાખા, પોરબંદર જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવીણભાઈ ખોરાવા, સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડીયા, પોરબંદર શહેર ભાજપ મહામંત્રીઓ નિલેશભાઈ બાપોદરા, નરેન્દ્રભાઈ કાણકિયા તેમજ જિલ્લા અને શહેરના હોદેદારો, આગેવાનો, વોર્ડ ન. 9 ના કર્મઠ અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓ, સક્રિય સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળ, ખારવા સમાજ અગ્રણી રણછોડભાઈ શિયાળ, ઉદ્યોગપતિ પદુભાઈ રાયચુરા, યુવા ઉદ્યોગપતિ કેતનભાઈ ગજ્જર, લોહાણા સમાજ પ્રમુખ સંજયભાઈ કારિયા, રાજેશભાઈ લાખાણી, જાણીતા એડવોકેટ ભરતભાઈ લાખાણી, અગ્રણીઓ અનિલભાઈ કારિયા, દિલીપભાઈ ગાજરા સહીત મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ એ ઉપસ્થિત રહી ને ઉમેદવારો ને ભવ્ય જીત ની શુભેચ્છાઓ પાઠવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande