ભાવનગર જિલ્લાની બજારોમાં અલગ અલગ જાતની કેરીનું આગમન શરૂ થયું.
ભાવનગર,16 એપ્રિલ (હિ.સ.)દર વર્ષે બજારોમાં કેરીનું આગમન થતું હોય છે અને તે સાથે જ લોકોમાં એક વિશેષ ઉત્સાહ જોવા મળે છે. કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે અને તેના સ્વાદ, સુગંધ અને વિવિધ જાતોના કારણે તે દરેક વયના લોકોમાં ખૂબ લોકપ્રિય છે.કેરીના ભાવ દર
કેરી


ભાવનગર,16 એપ્રિલ (હિ.સ.)દર વર્ષે બજારોમાં કેરીનું આગમન થતું હોય છે અને તે સાથે જ લોકોમાં એક વિશેષ ઉત્સાહ જોવા મળે છે. કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે અને તેના સ્વાદ, સુગંધ અને વિવિધ જાતોના કારણે તે દરેક વયના લોકોમાં ખૂબ લોકપ્રિય છે.કેરીના ભાવ દર વર્ષે સ્થિર રહેતા નથી. વિવિધ પરિબળોના કારણે તેમાં વધઘટ થતી રહે છે. હવામાનનો કેરીના પાક પર સીધો પ્રભાવ પડે છે. જો સમયસર વરસાદ ન પડે અથવા કમોસમી માવઠું થાય તો પાકને નુકસાન થાય છે, જેના કારણે બજારમાં આવક ઓછી રહે છે અને ભાવ વધે છે. બીજી તરફ, જો પાક સારો થાય અને બજારમાં કેરીનો જથ્થો વધુ આવે તો ભાવ ઘટે છે.

ભાવનગર શહેર સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઉનાળાની ઋતુની સાથે જ કેરીના સીઝનની શરૂઆત થઈ ગઈ છે. કમોસમી માવઠાના પ્રભાવ છતાં આ વર્ષે કેરીનો પાક ધીમે ધીમે બજારમાં આવવા લાગ્યો છે, જેના કારણે કેરીપ્રેમીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કેરીની રાહ જોતા લોકો માટે બજારમાં દેખાતી પહેલી આવક એક ખાસ ઉત્સાહ લાવી છે.જો કે, શરૂઆતના તબક્કામાં કેરીના ભાવ ખૂબ ઊંચા જોવા મળી રહ્યા છે. ભાવનગરની હરાજી બજારમાં અલગ અલગ જાતની કેરીના 10 કિલોના ભાવ અંદાજે 1750 રૂપિયાથી લઈને 2600 રૂપિયા સુધી બોલાયા હતા.

આ સાથે જ છૂટક બજારમાં પણ કેરીના ભાવ સામાન્ય ગ્રાહકો માટે મોંઘા સાબિત થઈ રહ્યા છે, જ્યાં એક કિલો કેરીનો ભાવ 250થી 300 રૂપિયા સુધી પહોંચ્યો છે.વેપારીઓના જણાવ્યા અનુસાર, હાલ બજારમાં કેરીની આવક ઓછી હોવાથી માંગ અને પુરવઠા વચ્ચે અસંતુલન સર્જાયું છે. જેના કારણે ભાવોમાં વધારો નોંધાયો છે. કમોસમી વરસાદ અને વાતાવરણમાં થયેલા ફેરફારોના કારણે પાકને થોડું નુકસાન પહોંચ્યું હતું, જેના કારણે શરૂઆતમાં બજારમાં આવતી કેરીની માત્રા ઓછી રહી છે. આ પરિસ્થિતિએ સીધી અસર ભાવ પર પડી છે.

આવનારા દિવસોમાં પરિસ્થિતિમાં સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.પાક સંપૂર્ણ રીતે તૈયાર થશે, તેમ બજારમાં કેરીની આવકમાં નોંધપાત્ર વધારો થશે. ભાવનગર જિલ્લાના સોસીયા,તળાજા, જેસર જેવા વિસ્તારમાં થતી કેરી હવે ધીમે ધીમે બજારમાં પહોંચવા લાગી છે અને આગામી દિવસોમાં આવક વધવાની સંભાવના છે.કેરીના વધતા જથ્થા સાથે ભાવમાં પણ ધીમે ધીમે ઘટાડો થવાની શક્યતા છે, જેના કારણે સામાન્ય ગ્રાહકોને રાહત મળશે. હાલ ઊંચા ભાવને કારણે ઘણા લોકો ખરીદી કરતા પહેલાં વિચારી રહ્યા છે, પરંતુ સીઝન આગળ વધતા માંગમાં વધારો થવાની સંભાવના છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande