વરલી મટકાના આંકડા નો હાર જીતનો ગણનાપાત્ર જુગારનો કેસ શોધી કાઢતી પોલીસ
ગીર સોમનાથ 16 એપ્રિલ (હિ.સ.) જુનાગઢ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર વેરાવળ વિભાગ વેરાવળ નાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂ
વરલી મટકાના આંકડા નો હાર જીતનો ગણનાપાત્ર જુગારનો કેસ શોધી કાઢતી પોલીસ


ગીર સોમનાથ 16 એપ્રિલ (હિ.સ.) જુનાગઢ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર વેરાવળ વિભાગ વેરાવળ નાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે જુગાર/પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃતી નેસ્તનાબુદ કરવા અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હતી.

જે અનુસંધાને પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા નાઓની સુચના તથા માર્ગદર્શન મુજબ વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. જે.એન.ગઢવી તથા રામભરોસા ચોકીના પો.સબ.ઇન્સ. પી.પી.પ્રજાપતી નાઓની રાહબરી હેઠળ રામભરોસા પોલીસ ચોકીના એ.એસ.આઈ ગીરીશભાઇ મુળાભાઇ વાઢેળ પો.હેડ કોન્સ. હિતેષસિંહ વજુભાઇ પરમાર તથા પોલીસ કોન્સ વિપુલભાઇ બાબુભાઇ સોલંકી તથા વુ.પો.કોન્સ કાજલબેન રાજસીભાઇ સોલંકી ખાનગી વાહન મો.સા. મા રામભરોસા ચોકી વિસ્તારમા પેટ્રોલીંગ તે દરમ્યાન પોલીસ કોન્સ. વિનયસિંહ ગીગાભાઇ મોરી નાઓને બાતમી હકિકત આધારે વેરાવળ ફુડઝોન ની પાછળની ગલીમાં વરલી મટકાના આંક ફરકની ચીઠ્ઠીઓ લખી રૂપિયાની હારજીતનો જુગાર રમતા ઇસમ ઉપર સફળ રેઇડ કરી નીચે જણાવેલ નામ વાળા ઇસમને પકડી પાડી અત્રેના વેરાવળ સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૦૩૮૫/૨૦૨૬ જુગાર ધારા કલમ ૧૨(અ) મુજબ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે.

પકડાયેલ ઇસમ અને માલ -

(૧) જયેશભાઇ વસંતલાલ ક્કકડ, રહે વેરાવળ,

પકડાયેલ મુદામાલ-રોકડ રકમ રૂ.૧૦,૩૬૦/-

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande