સુરત રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી બે કરોડના પાર્ટી ડ્રગ્સ સાથે વિદેશી મહિલા ઝડપાઈ
સુરત, 16 એપ્રિલ (હિ.સ.) : સુરતમાં ડ્રગ્સ વિરોધી અભિયાન દરમિયાન ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજેન્સ (DRI)ને મહત્વની સફળતા મળી છે. બાતમીના આધારે સુરત રેલવે સ્ટેશન પર નજર રાખી રહેલી ટીમે ઓગષ્ટ ક્રાંતિ એક્સપ્રેસમાં મુસાફરી કરતી એક નાઇજેરિયન મહિલાને રોક
drugs


સુરત, 16 એપ્રિલ (હિ.સ.) : સુરતમાં ડ્રગ્સ વિરોધી અભિયાન દરમિયાન ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજેન્સ (DRI)ને મહત્વની સફળતા મળી છે. બાતમીના આધારે સુરત રેલવે સ્ટેશન પર નજર રાખી રહેલી ટીમે ઓગષ્ટ ક્રાંતિ એક્સપ્રેસમાં મુસાફરી કરતી એક નાઇજેરિયન મહિલાને રોકી તપાસ કરી હતી. તપાસ દરમિયાન તેની પાસે થી અંદાજે બે કિલો જેટલું પાર્ટી ડ્રગ્સ મળી આવ્યું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત લગભગ બે કરોડ રૂપિયા હોવાનું જણાવાય છે.

પકડાયેલી મહિલાની ઓળખ ઇમ્માનુએલા તરીકે થઈ છે. તેને કોર્ટમાં રજૂ કરતા ન્યાયાલયે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. DRIએ આ કામગીરી ખૂબ જ સાવચેતીપૂર્વક હાથ ધરી હતી અને કોઈ ગડબડ ન થાય તે માટે મહિલા પોલીસનો ખાસ બંદોબસ્ત પણ ગોઠવ્યો હતો, જેથી આરોપીને ઝડપથી કાબૂમાં લેવામાં આવી.

હાલ DRI સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે આ ડ્રગ્સ સુરતમાં કોના સુધી પહોંચવાનું હતું અને પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે નહીં. આરોપીની મોબાઇલ વિગતો અને કોલ રેકોર્ડના આધારે સ્થાનિક કડી સુધી પહોંચવાનો પ્રયાસ શરૂ થયો છે, જેના આધારે આવતા દિવસોમાં વધુ ખુલાસા અને મોટા આરોપીઓની ધરપકડ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande