રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો ચતુર્થ પદવીદાન સમારોહ 18 એપ્રિલે યોજાશે
જુનાગઢ,16 એપ્રિલ (હિ.સ.) રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ના અધ્યક્ષસ્થાને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો ચતુર્થ પદવીદાન સમારોહ યોજાશે. જૂનાગઢ શહેરના વંથલી રોડ પર સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે 18 એપ્રિલ સવારે 11 કલાકે આ ગરિમાપૂર્ણ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો ચતુર્થ પદવીદાન સમારોહ 18 એપ્રિલે યોજાશે


જુનાગઢ,16 એપ્રિલ (હિ.સ.) રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ના અધ્યક્ષસ્થાને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો ચતુર્થ પદવીદાન સમારોહ યોજાશે.

જૂનાગઢ શહેરના વંથલી રોડ પર સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે 18 એપ્રિલ સવારે 11 કલાકે આ ગરિમાપૂર્ણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યપાલ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવાની સાથે પ્રેરણાદાયી સંબોધન કરશે.

આ સમારોહમાં શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા કુલ 36 તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત વિવિધ વિષયોમાં સંશોધન પૂર્ણ કરનાર 109 જેટલા વિદ્યાર્થીઓને પીએચ.ડી.ની પદવી એનાયત કરાશે.

આ પદવીદાન સમારોહમાં યુનિવર્સિટીની વિવિધ 6 ફેકલ્ટીના જુદા જુદા કોર્સના કુલ 27,476 વિદ્યાર્થીઓને સ્નાતક, અનુસ્નાતક અને ડિપ્લોમાની પદવી એનાયત કરવામાં આવશે. ફેકલ્ટીવાઈઝ જોઇએ તો આર્ટસમાં 9805 , કોમર્સમાં 6871 , સાયન્સમાં 1520 , હ્યુમેનીટી અને સોશ્યલ સાયન્સ-1137 , લાઈફ સાયન્સ,-99 , એજ્યુકેશન-2534 , રૂરલ સ્ટડીઝ- 1195 , મેનેજમેન્ટ-470 , હોમ સાયન્સ-151 , મેડીસન-483 , નર્સીંગ-266 , હોમીયોપેથી-95 , લો-799 , કોમ્પ્યુટર સાયન્સ-1942 , પીએચ.ડી. ઓલ ફેકલ્ટી-109 વિદ્યાર્થી પદવી હાંસલ કરશે.

આ પ્રસંગે આઈ.આઈ.એમ. અમદાવાદના પૂર્વ પ્રોફેસર અને પદ્મ અનિલકુમાર ગુપ્તા મુખ્ય અતિથિ તરીકે વિશેષ ઉપસ્થિત રહી પદવીધારક વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી સંબોધન કરશે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande