જૂનાગઢમાં 70 વર્ષીય બીમાર વૃદ્ધાને 181 મહિલા હેલ્પ લાઈન દ્વારા મળી ત્વરીત મદદ
જુનાગઢ,16 એપ્રિલ (હિ.સ.) જૂનાગઢ શહેરના અંબિકા ચોક વિસ્તારમાં રહેતા 70 વર્ષીય એક વૃદ્ધ મહિલા છેલ્લા ઘણા સમયથી માનસિક અસ્થિરતાનો સામનો કરી રહ્યા હતા. 70 વર્ષની ઉંમરે જ્યારે આ બીમાર મહિલાને પ્રેમ અને હૂંફની જરૂર હોય છે. પરંતુ તેણીના પરિવારજનોની સ
જૂનાગઢમાં 70 વર્ષીય બીમાર વૃદ્ધાને 181 મહિલા હેલ્પ લાઈન દ્વારા મળી ત્વરીત મદદ


જુનાગઢ,16 એપ્રિલ (હિ.સ.) જૂનાગઢ શહેરના અંબિકા ચોક વિસ્તારમાં રહેતા 70 વર્ષીય એક વૃદ્ધ મહિલા છેલ્લા ઘણા સમયથી માનસિક અસ્થિરતાનો સામનો કરી રહ્યા હતા. 70 વર્ષની ઉંમરે જ્યારે આ બીમાર મહિલાને પ્રેમ અને હૂંફની જરૂર હોય છે. પરંતુ તેણીના પરિવારજનોની સતત ઉપેક્ષા અને યોગ્ય સારવારના અભાવે વૃદ્ધાની સ્થિતિ દિન પ્રતિદિન કથળી રહી હતી.

આવી કરુણ પરિસ્થિતિમાં સ્થાનિક લોકોએ 181 મહિલા હેલ્પ લાઇનનો સંપર્ક કર્યો હતો. આ સમાચાર મળતા ટીમ દ્વારા માનવતાવાદી અભિગમ અપનાવીને વૃદ્ધાને સુરક્ષિત આશ્રમમાં ખસેડવાની મહત્વની જવાબદારી નિભાવી હતી.

આ તકે સ્થાનિક સભ્યોના જણાવ્યા અનુસાર આ વૃદ્ધા છેલ્લા કેટલાક સમયથી અસંબદ્ધ વાતો કરવી, ઘરની બહાર ભટકી જવું અને પોતાની સંભાળ ન રાખી શકવી જેવી સમસ્યાઓથી પીડાતા હતા. આ બધું જોતા આસપાસના લોકોએ તેમના પરિવારને જાણ કરી હતી. પરંતુ આ વૃદ્ધાને કોઈ નક્કર મદદ ન મળતા વૃદ્ધા ઘરની બહાર રઝળપાટ કરવા મજબૂર બન્યા હતા.

તેથી આ મહિલાની પરિસ્થિતિ જોતા માનસિક અસ્થિરતાને કારણે તેઓ કોઈ અકસ્માતનો ભોગ બને તે પહેલા તેમને યોગ્ય સારવાર અને રહેઠાણ મળે તે જરૂરી હતું. તેથી ૧૮૧ ની ટીમ દ્વારા સર્વ સંમતિથી વૃદ્ધાને ગંગેડી આશ્રમમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જ્યાં તેમને રહેવા, જમવા, આશ્રય અને સાર સંભાળ મળશે. આમ ૧૮૧ ટીમ વધુ એક જરૂરિયાતમંદ મહિલાને સમયસર અને તાત્કાલિક મદદ આપી છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande