જૂનાગઢ જિલ્લામાં હીટવેવ દરમિયાન પશુઓને ગરમીના તણાવથી બચાવવા પશુપાલકોને જરૂરી તકેદારી રાખવા અપીલ
જુનાગઢ,16 એપ્રિલ (હિ.સ.) હીટવેવને ધ્યાનમાં રાખીને પશુપાલકોને પશુઓના આરોગ્યનું વિશેષ ધ્યાન રાખવા પશુપાલન વિભાગ જૂનાગઢ દ્રારા અપીલ કરવામાં આવે છે. વધતી ગરમીના કારણે પશુઓમાં હીટસ્ટ્રેસ, તડકાથી દાઝવું, થાક તથા હીટસ્ટ્રોક જેવી ગંભીર સમસ્યાઓ જોવા
જૂનાગઢ જિલ્લામાં હીટવેવ દરમિયાન પશુઓને ગરમીના તણાવથી બચાવવા પશુપાલકોને જરૂરી તકેદારી રાખવા અપીલ


જુનાગઢ,16 એપ્રિલ (હિ.સ.) હીટવેવને ધ્યાનમાં રાખીને પશુપાલકોને પશુઓના આરોગ્યનું વિશેષ ધ્યાન રાખવા પશુપાલન વિભાગ જૂનાગઢ દ્રારા અપીલ કરવામાં આવે છે. વધતી ગરમીના કારણે પશુઓમાં હીટસ્ટ્રેસ, તડકાથી દાઝવું, થાક તથા હીટસ્ટ્રોક જેવી ગંભીર સમસ્યાઓ જોવા મળી શકે છે, જેના કારણે પશુઓના આરોગ્ય તથા ઉત્પાદન પર અસર પડે છે.

ખાસ કરીને નાનાં બચ્ચાં, ઘાટા રંગની ચામડી ધરાવતા પશુઓ, બીમાર પશુઓ, તાજેતરમાં ઉન કાતરેલા ઘેટાં તથા ભારે પશુઓમાં ગરમીનો પ્રભાવ વધુ જોવા મળે છે. આવા પશુઓ માટે વિશેષ કાળજી લેવી જરૂરી છે.

પશુઓમાં જો ત્વચાની લાલાશ સોજો, પોલીયો અને તાવ. ખેંચ અને ધ્રુજારી ,પગ અને પેટના સ્નાયુઓમાં ખેંચાણ/ધ્રુજારી સાથે પરસેવો,નબળાઈ,ત્વચા ઠંડી અને નિસ્તેજ ,હાંફવુ, સૂકુ નાક,ઝડપી શ્વાસોચ્છાસ, ગરમ અને સુકી ત્વચા, ઝડપી ધબકારા સાથે તાવ જેવા લક્ષણો જણાય તો પ્રાથમિક સારવાર આપવી.

હીટવેવ દરમિયાન પશુઓ માટે પુષ્કળ પાણી ઉપ્લબ્ધ કરાવવું.

દરમ્યાન પશુઓને છાયડો મળે તેવી જગ્યાએ રાખવા. પશુઓ માટે પુરતા પ્રમાણમા તાજા અને સ્વચ્છ પાણીનો પુરવઠો મળી રહે તેવી વ્યવસ્થા કરવી. પશુઓ માટે કામચલાઉ છાયડો ઉભો કરવો. હવા ઉજાસ અને ઠંડક માટે પશુઓ ઉપર પાણીનો છંટકાવ કરવો. પશુઓને ખોરાક માટે પુરતા પ્રમાણમાં લીલો ચારો ઉપલબ્ધ રાખવો.પશુઓને ઠંડક મળી રહે તે માટે શણના કોથળાનો ઉપયોગ કરવો. પશુઓના શરીરને ઠંડુ રાખવા બીનજરૂરી વાળ અને ઊન દુર કરવું. પશુઓને દિવસમાં ઓછામાં ઓછું એક વાર સ્નાન 1કરાવવું. ગરમીના તણાવના લક્ષણો માટે નિયમીત દેખરેખ રાખવી. પશુઓના રહેઠાણની છત પર ડાંગરની પરાળ વગેરેથી છત, છાપરા ઢાકવા અને છતને સફેદ કલરથી રંગવી. જે ઓલાદો આળોટવા માટે ટેવાયેલી હોય છે તેના માટે ખાસ વ્યવસ્થા કરવી. પશુઓના ખોરાકમાં ખનીજ મિશ્રણનો ઉપયોગ કરવો.

આ ઉપરાંત પશુઓને ઠંડા વાતાવરણમાથી ગરમ વાતાવરણ મા સ્થળાંતર કરવાનું ટાળવું. પશુઓને સવારે ૧૧ વાગ્યાથી ૪વાગ્યા સુધી કામ ન કરાવવું.ગરમ હવામાનમાં પશુઓ પાસેથી ભારે કામ/કસરત ન કરાવવી.પશુઓને દાણ આપવાનું ટાળવું.વધુ હવાના પ્રવાહ ધરાવતા વિસ્તારમા પશુઓને બાંધવાનું ટાળવું.સીધા સુર્યપ્રકાશ અને પુરતી હવા ઉજાશ ન હોય તેવા વાહનોમાં પશુઓનુ પરિવહન ન કરવું.ગરમીનાં તણાવ માટે તકેદારીના ભાગરૂપે દિવસના સૌથી ગરમ કલાકો દરમિયાન રસીકરણ તથા કૃમિનાશક દવાઓ આપવાનુ ટાળવું.પશુઓને હવા ઉજાસ યોગ્ય ન હોય તેવાં રહેઠાણમાં ન બાંધવાં.પશુઓનાં રહેઠાણમાં અતિશય ભીડ ટાળવી.પશુઓના ખોરાક અને પાણીને તડકામાં ન રાખવા.પશુઓને તડકાના સમયે ચરાવવા ન લઈ જવાં.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande