
ભાવનગર,16 એપ્રિલ (હિ.સ.) યાત્રીઓની સુવિધા તેમજ “અખત્રીજ (અક્ષય તૃતીયા)”ના અવસર પર પાલિતાણા જૈન મંદિર ખાતે વધતી શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડે પાલિતાણા અને બાન્દ્રા ટર્મિનસ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી મુજબ ટ્રેનની વિગતો નીચે મુજબ છેઃ
ટ્રેન સંચાલન વિગતોઃ
બાન્દ્રા ટર્મિનસથી પાલિતાણા માટે ચાલનારી બાન્દ્રા–પાલિતાણા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (09023) તા. 18 એપ્રિલ, 2026 (શનિવાર)ના રોજ બાન્દ્રા ટર્મિનસથી બપોરે 14:40 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે વહેલી સવારે 05:00 વાગ્યે પાલિતાણા પહોંચશે.
આ જ રીતે પરત ફરતી પાલિતાણા–બાન્દ્રા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (09024) તા. 20 એપ્રિલ, 2026 (સોમવાર)ના રોજ પાલિતાણાથી રાત્રે 20:00 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 11:20 વાગ્યે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં સિંહોર (ગુજરાત), સોનગઢ, ધોળા, બોટાદ, અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, પાલઘર અને બોરીવલી સ્ટેશનો પર ઠેરાવ કરશે.
યાત્રીઓની સુવિધા માટે ટ્રેનમાં સ્લીપર ક્લાસ તથા એસએલઆરડી કોચ ઉપલબ્ધ રહેશે.
બુકિંગ સંબંધિત માહિતી :
ટ્રેન નં. 09023 અને 09024 માટે બુકિંગ તા. 17 એપ્રિલ, 2026 (શુક્રવાર)થી તમામ યાત્રી આરક્ષણ કેન્દ્રો તેમજ આઈઆરસીટીસીની સત્તાવાર વેબસાઇટ પર શરૂ થશે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ