પોરબંદર માં વિઝાના બહાને 72 લાખની છેતરપિંડી.
પોરબંદર, 16 એપ્રિલ (હિ.સ.)પોરબંદર જીલ્લામા વિદેશ મોકલવાની લાલાચ આપી છેતરપીંડી કરવાના બનાવો હવે સામાન્ય બની ગયા છે .ત્યારે વર્ષ 2023મા બનેલી ઘટનાની હવે તપાસ બાદ ફરીયાદ નોંધવામા આવી છે જેમા એક શિક્ષકના વિદ્યાર્થીઓ સહિતના 11 કલાયન્ટ સાથે રૂ.72 લાખની છ
પોરબંદર માં વિઝાના બહાને 72 લાખની છેતરપિંડી.


પોરબંદર, 16 એપ્રિલ (હિ.સ.)પોરબંદર જીલ્લામા વિદેશ મોકલવાની લાલાચ આપી છેતરપીંડી કરવાના બનાવો હવે સામાન્ય બની ગયા છે .ત્યારે વર્ષ 2023મા બનેલી ઘટનાની હવે તપાસ બાદ ફરીયાદ નોંધવામા આવી છે જેમા એક શિક્ષકના વિદ્યાર્થીઓ સહિતના 11 કલાયન્ટ સાથે રૂ.72 લાખની છેતરપીંડી કરવામા આવી હોવાની ફરીયાદ નોધાઈ છે જયપુર અને કેનેડા ખાતે રહેતા શખ્સે છેતરપીંડી કરી હોવાનુ બહાર આવ્યુ છે. પોરબંદરના સુતારવાડા વિસ્તારમા રહેતા ચિરાગ જયેશભાઈ હિંડોચાએ કમલાબાગ પોલીસ સ્ટેશનમા એવી ફરીયાદ નોંધાવી છે કે વર્ષ 2023 દરમ્યા રાજસ્થાનના જયપુર ખાતે રહેતા શુભા આચાર્ય અને કેનાડા ખાતે રહેતા રવિ સેરૂએ આરોપીઓએ પોતાની “ઓપોર્ચ્યુનિટી ઈન્ટરનેશનલ” નામની સંસ્થા સાથે જોડાવા માટે પ્રેરણા આપી હતી અને વર્ક વિઝા, એજ્યુકેશન વિઝા તેમજ વિઝિટર વિઝા ફાઇલિંગ દ્વારા સારી આવક થવાની લાલચ આપી હતી.

ત્યારબાદ તેઓએ યુકે, ન્યુઝીલેન્ડ અને જર્મની જેવા દેશોમાં નોકરી અપાવવાની ખાતરી આપી હતી.આ વિશ્વાસના આધારે પોરબંદરથી કુલ 12 ક્લાયન્ટોના વિઝા કેસ હાથ ધરવામાં આવ્યા હતા. આ દરમિયાન ફરિયાદી દ્વારા આરોપી શુભ્રા આચાર્યના બેંક ખાતામાં કુલ 47,55,005 ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ઉપરાંત આંગણિયા મારફતે 5,00,000 મોકલવામાં આવ્યા હતા.સાક્ષી તેજલબેન ઓડેદરાના ભાઈ દ્વારા અલગથી 10,00,000 બેંક ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, તેમજ 5,00,000 રોકડા યુકેમાં આરોપીના બિઝનેસ પાર્ટનરને આપવામાં આવ્યા હતા. ઉપરાંત રાજદીપભાઈ ઓડેદરાએ પણ 4,95,000 ટ્રાન્સફર કર્યા હતા.

આ રીતે કુલ મળીને 72,50,005 જેટલી મોટી રકમ આરોપીઓએ મેળવી લીધી હતી. આરોપીઓ દ્વારા ક્લાયન્ટોને વોટ્સએપ મારફતે નકલી વિઝા લેટર, ઓફર લેટર અને ઇન્વોઇસ જેવા મહત્વના દસ્તાવેજો મોકલી વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા. પરંતુ આજદિન સુધી કોઈ વિઝા આપવામાં આવ્યા નથી અને રકમ પરત પણ કરવામાં આવી નથી. આ સમગ્ર ઘટનામાં આરોપીઓએ ફરિયાદી તથા અન્ય લોકો સાથે વિશ્વાસઘાત કરી ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. હાલ કમલાબાગ પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande