તાલાલા ગીરથી યુએસ અને યુકેમાં પહોંચી ગીરની કેસર કેરી એર કાર્ગોના ભાડા બમણા થતા કેસર કેરી મોંઘી બની
અમરેલી, 16 એપ્રિલ (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના તાલાલા થી કેસર કેરીની નિકાસ કરવામાં આવે છે, વિદેશમાં નિકાસ કરવામાં આવે છે તાલાલા ખાતે પેક હાઉસ આવેલું છે અને ત્યાંથી વિદેશની અંદર કેસર કેરીની નિકાસ કરવામાં આવે છે. કેસર કેરીના ત્રણ કિલોગ્રામ પેકિંગ વા
તાલાલા ગીરથી યુએસ અને યુકેમાં પહોંચી ગીરની કેસર કેરી એર કાર્ગોના ભાડા બમણા થતા કેસર કેરી મોંઘી બની


અમરેલી, 16 એપ્રિલ (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના તાલાલા થી કેસર કેરીની નિકાસ કરવામાં આવે છે, વિદેશમાં નિકાસ કરવામાં આવે છે તાલાલા ખાતે પેક હાઉસ આવેલું છે અને ત્યાંથી વિદેશની અંદર કેસર કેરીની નિકાસ કરવામાં આવે છે. કેસર કેરીના ત્રણ કિલોગ્રામ પેકિંગ વાળા 2000 બોક્સ નો જથ્થો અમેરિકા વોશિંગ્ટન ખાતે તેમજ યુકે ખાતે મોકલવામાં આવ્યો છે.

સંજયભાઈ શિંગાળા તાલાલા યાર્ડના ચેરમેને જણાવ્યું કે તાલાલા માર્કેટિંગ યાર્ડ સંચાલિત પેક હાઉસમાં કેસર કેરીનું ટ્રેડિંગ વોશિંગ અને પેકિંગ સહિતની પ્રોસેસિંગ કરવામાં આવે છે પહેલા ખેડૂત પાસેથી માલની ખરીદી કરવામાં આવે છે ખરીદી કરીને અમદાવાદના બાવળા ખાતે રેડીએશન પ્રોસેસ માટે લઈ જવામાં આવે તેમનું એકસરખા ફળ ની સાઈઝમાં 12 નંગ અને ત્રણ કિલોગ્રામના પેકિંગમાં આકર્ષક પેકિંગ કરી અને બોક્સ તૈયાર કરવામાં આવે છે.

તાલાલા માર્કેટિંગ યાર્ડ સંચાલિત પેક હાઉસ ભાડાથી ચલાવનાર દેવ કૃપા એન્ટરપ્રાઇઝના સંચાલક વિપુલભાઈ સોરઠીયા અને દીપકભાઈ એ પણ જણાવ્યું કે સિઝન નું પહેલું કન્ટેનર યુએસ રવાના કરવામાં આવ્યું છે અમદાવાદથી એર કાર્ગો મારફતે કેરીનો જથ્થો મોકલવામાં આવ્યો છે.

કેસર કેરીનો ચાલુ સિઝનમાં એક બોક્સનો યુકેમાં 17 પાઉન્ડમાં પહોંચતી થશે જ્યારે ગત વર્ષે યુકેમાં 13 પાઉન્ડમાં પહોંચી હતી એટલે કે એક બોક્સ એ ચાર પાઉન્ડનો ભાવમાં વધારો થયો છે.

ચાલુ સિઝનમાં યુએસએ માં 32 ડોલરમાં કેસર કેરીનું ત્રણ કિલો નું બોક્સ પહોંચશે અને ગત વર્ષે કેસર કેરીનું 25 ટોલરમાં બોક્સ પહોંચ્યું હતું સાત ડોલરનો પ્રતિ બોક્ષ એ ભાવમાં વધારો થયો છે ફ્લાઈટ કાર્ગોનો ભાવમાં વધારો થયો છે ડબલ ભાવ થયા હોવાના કારણે કેસર કેરીનો ભાવ માં વધારો થયો છે ખાડી દેશોમાં યોજના કારણે એર કાર્બોના ભાડા બમણા થયા છે અને જેના કારણે ભાવમાં વધારો થયો છે..

તાલાલા થી અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા યુકે સહિતના દેશોમાં દર વર્ષે કેસર કેરીની નિકાસ કરવામાં આવે છે પરંતુ ચાલુ સિઝનમાં ગલ્ફના દેશો સાઉથ એરબીયા કતાર દુબઈ ઓમાનમાં યુદ્ધની પરિસ્થિતિ હોવાના કારણે કેસર કેરી એક્સપોર્ટ થવાની સંભાવના નહિવત દેખાઈ રહી છે

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande