
પોરબંદર, 16 એપ્રિલ (હિ.સ.)સૌરાષ્ટ્ર ક્રિકેટ અસોશીએશનના ગેરવહિવટને લઇ પોરબંદર ડિસ્ટ્રિક રૂરલ ક્રિકેટ એસો.ના સેક્રેટરી કિરીટભાઈ સવજાણીએ હાઇકોર્ટમા રીટ પીટીશન દાખલ કરી હતી જેને પગલે જેને પગલે હાઇકોર્ટે સૌરાષ્ટ્ર ક્રિકેટ અસોશીએશનની ચુંટણી પર રોક લગાવી હતી ત્યાર બાદ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોના વહિવટના તપાસને લઈ હાઈકોર્ટે સુપ્રિમ કોર્ટના રીટાયાર્ડ જજની નિમંણુક કરી હોવાનુ જાણાવા મળી રહ્યુ છે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશીએશનના ગેરવહિવટને લઇ પોરબંદર ડિસ્ટ્રિક રૂરલ ક્રિકેટ એસો.ના સેક્રેટરી કિરીટભાઈ સવજાણીએ હાઈકોર્ટમા રીટ પીટીશન દાખલ કરી હતી જેને પગલે નવેમ્બર માસમા હાઇકોર્ટ દ્રારા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોની ચુંટણી પર રોક લગાવામા આવી હતી ત્યારે બાદ કેસમા તા. 15 એપ્રિલના રોજ ગુજરાત હાઇકોર્ટમા કિરીટભાઇ સવજાણીના વકિલ અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોના વકિલો દ્રારા સવા કલાક દલીલ કરવામા આવી હતી જેના અંતે હાઇકોર્ટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશીએસનના વહિવટનો સંપૂર્ણ રીપોર્ટ કરવા માટે સુપ્રિમ કોર્ટના રીટાયર્ડ જજ એન આર શાહની નિમણુક કરવામા આવી છે.
તેમના દ્રારા તૈયાર કરયેલા રીપોર્ટ બાદ કોર્ટમા આગળની કાર્યાવાહી કરવામા આવશે તેમ જાણવા મળી રહ્યુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya