વડોદરા ખાતે દિવ્યાંગ મહિલાઓ માટે રોજગાર મેળાનું આયોજન
વડોદરા, 16 એપ્રિલ (હિ.સ.) : ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય (ડી.જી.ઈ.) દ્વારા કાર્યરત દિવ્યાંગો માટેના નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર (મહિલા), વડોદરા દ્વારા આગામી તા. 17 એપ્રિલના રોજ સવારે વિશેષ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળ
વડોદરા ખાતે દિવ્યાંગ મહિલાઓ માટે રોજગાર મેળાનું આયોજન


વડોદરા, 16 એપ્રિલ (હિ.સ.) : ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય (ડી.જી.ઈ.) દ્વારા કાર્યરત દિવ્યાંગો માટેના નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર (મહિલા), વડોદરા દ્વારા આગામી તા. 17 એપ્રિલના રોજ સવારે વિશેષ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતી મેળો શારીરિક રીતે દિવ્યાંગ (અસ્થિ વિષયક) અને મૂક-બધિર મહિલાઓ માટે ઠક્કર બાપા હોસ્ટેલ પરિસર, પેન્શનપુરા, નિઝામપુરા રોડ, વડોદરા ખાતે યોજાશે.

આ રોજગાર મેળામાં ભાગ લેવા ઇચ્છુક દિવ્યાંગ મહિલા ઉમેદવારોની ઉંમર 18 થી 35 વર્ષની વચ્ચે હોવી આવશ્યક છે. શૈક્ષણિક લાયકાતમાં ઉમેદવારે ધોરણ-12 અથવા તેથી વધુ અભ્યાસ કરેલો હોવો જોઈએ. તદુપરાંત, ઉમેદવારની અપંગતા 40 ટકા કે તેથી વધુ હોવી જોઈએ અને તેઓના બંને હાથ સંપૂર્ણપણે કાર્યક્ષમ હોવા અનિવાર્ય છે.

લાયકાત ધરાવતી દિવ્યાંગ મહિલાઓએ પોતાના અદ્યતન બાયોડેટા સાથે ઉપર દર્શાવેલ સ્થળ અને સમયે ઇન્ટરવ્યુ માટે રૂબરૂ ઉપસ્થિત રહેવાનું રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande