છળકપટથી મેળવેલ એક્ટિવા સાથે આરોપી ઝડપાયો – ભચાઉ પોલીસની કાર્યવાહી
કચ્છ, 16 એપ્રિલ (હિ.સ.) : ભચાઉ વિસ્તારમાં મિલ્કત સંબંધિત ગુનાઓ પર લગામ લગાવવા પોલીસ દ્વારા સક્રિય કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ (બોર્ડર રેન્જ, ભુજ-કચ્છ), પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ (પૂર્વ કચ્છ,
Theft 2


Theft 1


કચ્છ, 16 એપ્રિલ (હિ.સ.) : ભચાઉ વિસ્તારમાં મિલ્કત સંબંધિત ગુનાઓ પર લગામ લગાવવા પોલીસ દ્વારા સક્રિય કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ (બોર્ડર રેન્જ, ભુજ-કચ્છ), પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ (પૂર્વ કચ્છ, ગાંધીધામ) તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડા સાહેબ (ભચાઉ વિભાગ) ના માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ દ્વારા મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ છે.

આ સુચનાઓને આધારે ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.ડી. ઝાલા ની દેખરેખ હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ કમલેશભાઈ અરજણભાઈ ચાવડા ને ખાનગી બાતમી મળી કે એક શંકાસ્પદ વ્યક્તિ ચોરી કે છળકપટથી મેળવેલ એક્ટિવા સાથે વોંધ પુલિયા નજીક ઉભો છે.

બાતમીના આધારે પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી અને આરોપી રાજેશ રમેશભાઈ કુવરીયા (ઉંમર 25, નિવાસી સુંદરપુરી, ગાંધીધામ – મૂળ રાધનપુર, જી. પાટણ) ને ઝડપી પાડ્યો. આરોપી પાસેથી ટી.વી.એસ. કંપનીની જ્યુપીટર એક્ટિવા (રજી. નં. GJ-12-CE-1919) કબ્જે લેવામાં આવી છે.

પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કબ્જે કરાયેલ એક્ટિવાની અંદાજિત કિંમત રૂપિયા 20,000/- હોવાનું જાણવા મળ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande