ચોરીના ડીઝલ સાથે આરોપી ઝડપાયો : ભચાઉ પોલીસની ત્વરિત કાર્યવાહી, લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે
કચ્છ, 16 એપ્રિલ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં મિલ્કત સંબંધિત ગુનાઓ પર કાબૂ મેળવવા માટે પોલીસ દ્વારા ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન ભચાઉ પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. ચોરી અથવા છળકપટથી મેળવેલ ડીઝલનો જથ્થો છુપાવી રાખનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે અને
B2


B1


કચ્છ, 16 એપ્રિલ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં મિલ્કત સંબંધિત ગુનાઓ પર કાબૂ મેળવવા માટે પોલીસ દ્વારા ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન ભચાઉ પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. ચોરી અથવા છળકપટથી મેળવેલ ડીઝલનો જથ્થો છુપાવી રાખનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

માહિતી મુજબ, મ્હે. પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા (બોર્ડર રેન્જ, ભુજ-કચ્છ), મ્હે. પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર (પૂર્વ કચ્છ, ગાંધીધામ) તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડા (ભચાઉ વિભાગ) દ્વારા જિલ્લામાં વધતા મિલ્કત સંબંધિત ગુનાઓને અટકાવવા અને શોધી કાઢવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર ડી.ડી. ઝાલાના નેતૃત્વમાં પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.

પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે જાણવા મળ્યું હતું કે ભચાઉ-ગાંધીધામ રોડ પાસે આવેલી ગોલ્ડન ઇગલ હોટલની બાજુમાં આવેલી ઓરડીના પાછળના ભાગે ગેરકાયદેસર રીતે ડીઝલનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. બાતમીના આધારે તાત્કાલિક રેડ કરી પોલીસે સ્થળ પરથી આરોપીને ડીઝલ સાથે ઝડપી પાડ્યો હતો.

આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ ૫૭૦ લીટર ડીઝલ, જેની અંદાજિત કિંમત રૂપિયા ૫૧,૩૦૦/- થાય છે, કબ્જે કર્યો છે. આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૨૮૭, ૫૪ તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ ૧૯૫૫ ની કલમ ૩ અને ૭ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પકડાયેલા આરોપીઓમાં કમલજીતસિંહ બલવિંદરસિંહ જાટ (ઉંમર ૨૭, હાલ રહે ગોલ્ડન ઇગલ હોટલ, ભચાઉ, મૂળ રહે બાવણીયા, પંજાબ) તેમજ એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરનો સમાવેશ થાય છે. જ્યારે લખવિંદરસિંહ ઉર્ફે લખો અજીતસિંહ જાટ (રહે. સંગતપર, પંજાબ) નામનો આરોપી હજુ ફરાર છે અને તેની શોધખોળ ચાલુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande