6 વર્ષથી ફરાર અપહરણ કેસનો આરોપી કચ્છમાંથી ઝડપાયો
કચ્છ, 16 એપ્રિલ (હિ.સ.) : પશ્ચિમ કચ્છ-ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશ રાજ્યના પન્ના જિલ્લાના પવઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં છેલ્લા 6 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પશ્
Wanted


કચ્છ, 16 એપ્રિલ (હિ.સ.) : પશ્ચિમ કચ્છ-ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશ રાજ્યના પન્ના જિલ્લાના પવઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં છેલ્લા 6 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ અભિયાન હાથ ધરાયું હતું. આ અભિયાન અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ. શીણોલના માર્ગદર્શન હેઠળ ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.

તપાસ દરમિયાન એ.એસ.આઈ. પ્રધ્યુમનસિંહ ગોહિલ, પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલ અને પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ ચૌહાણ મુંદરા તાલુકા વિસ્તારમાં સઘન તપાસમાં હતા. ત્યારે મળેલ બાતમીના આધારે સમાઘોઘા વિસ્તારમાં દરોડો પાડી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.

પકડાયેલ આરોપી દેવેન્દ્ર રામરતન ચૌધરી (ઉંમર 21 વર્ષ), જે મૂળ હિનોતી ગામ, થાણા અમાનગંજ, જિલ્લા પન્ના (મધ્યપ્રદેશ)નો રહેવાસી છે. તેના વિરુદ્ધ પવઈ પોલીસ સ્ટેશનમાં ગુનાહિત કેસ નં. 0253/2020 હેઠળ આઈપીસી કલમ 363 અને 366 મુજબ અપહરણનો ગુનો નોંધાયેલ હતો.

પોલીસે આરોપીને કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી આગળની કાર્યવાહી માટે મધ્યપ્રદેશ પોલીસને સોંપી દીધો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande