શિવાજી સર્કલ શાક માર્કેટમાં મોબાઇલ કોર્ટની કાર્યવાહી: 85 આસામીઓ પાસેથી રૂ. 4500 નો દંડ વસૂલાયો.
ભાવનગર,16 એપ્રિલ (હિ.સ.)ભાવનગર શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શિવાજી સર્કલ ખાતે આવેલા શાક માર્કેટ વિસ્તારમાં મોબાઇલ કોર્ટની વિશેષ કામગીરી
દંડ


ભાવનગર,16 એપ્રિલ (હિ.સ.)ભાવનગર શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શિવાજી સર્કલ ખાતે આવેલા શાક માર્કેટ વિસ્તારમાં મોબાઇલ કોર્ટની વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર, જાહેરમાં ગંદકી ફેલાવનાર તેમજ ન્યુસન્સ ઉભું કરનાર લોકો સામે કડક પગલાં લેવામાં આવ્યા હતા.

મોબાઇલ કોર્ટની આ કામગીરી દરમિયાન કુલ 85 જેટલા આસામીઓ ઝડપાયા હતા. તેઓ પાસેથી નિયમોનો ભંગ કરવા બદલ કુલ રૂ. 4500 નો દંડ વસૂલવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે આવા ચેકિંગ અભિયાન નિયમિત રીતે હાથ ધરવામાં આવશે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.

વિભાગના અધિકારીઓએ ખાસ કરીને પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધનું પાલન કરવા અને કચરો અહીં-ત્યાં ન ફેંકવા માટે વેપારીઓ તેમજ નાગરિકોને સમજાવટ પણ આપી હતી. શાક માર્કેટ જેવા વ્યસ્ત વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવી અત્યંત જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું, કારણ કે અહીં મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોય છે.

સ્થાનિક વેપારીઓ અને નાગરિકોને પણ સ્વચ્છતા અભિયાનમાં સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો. શહેરને સ્વચ્છ અને આરોગ્યપ્રદ બનાવવા માટે દરેક વ્યક્તિની જવાબદારી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

સ્વચ્છ ભાવનગર, સુંદર ભાવનગર ના સંકલ્પને સાકાર કરવા માટે મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારની કામગીરીઓ ભવિષ્યમાં પણ ચાલુ રાખવામાં આવશે, જેથી શહેર વધુ સ્વચ્છ, સ્વસ્થ અને આકર્ષક બની શકે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande