આત્મહત્યાની ચિઠ્ઠી લખીને ઘરેથી નીકળી ગયેલી ધો.11ની વિદ્યાર્થિનીને પોલીસેએ સમયસર શોધી બચાવી
સુરત, 16 એપ્રિલ (હિ.સ.) : સુરતના ઉત્રાણ વિસ્તારમાં એક ચિંતાજનક બનાવ સામે આવ્યો, જેમાં 16 વર્ષની ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની મોડી રાત્રે ઘરે કોઈને જાણ કર્યા વગર નીકળી ગઈ હતી. ઘરે તે આપઘાત કરવા જઈ રહી હોવાનું લખેલી ચિઠ્ઠી મૂકી ગઈ હતી. સવારે પ
આત્મહત્યાની ચિઠ્ઠી લખીને ઘરેથી નીકળી ગયેલી ધો.11ની વિદ્યાર્થિનીને પોલીસેએ સમયસર શોધી બચાવી


સુરત, 16 એપ્રિલ (હિ.સ.) : સુરતના ઉત્રાણ વિસ્તારમાં એક ચિંતાજનક બનાવ સામે આવ્યો, જેમાં 16 વર્ષની ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની મોડી રાત્રે ઘરે કોઈને જાણ કર્યા વગર નીકળી ગઈ હતી. ઘરે તે આપઘાત કરવા જઈ રહી હોવાનું લખેલી ચિઠ્ઠી મૂકી ગઈ હતી. સવારે પરિવારજનોને જાણ થતાં જ તેઓએ પોલીસનો સંપર્ક કર્યો, જેને કારણે પોલીસ તાત્કાલિક કામગીરીમાં લાગી ગઈ.

ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને પોલીસએ અલગ-અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી. ઘરની આસપાસ તેમજ રેલવે સ્ટેશન સુધીના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા, સાથે ટેકનિકલ સર્વેલન્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. તપાસ દરમિયાન મળેલી માહિતીના આધારે પોલીસને વિદ્યાર્થિની ગોડાદરા વિસ્તારમાં હોવાની શંકા મજબૂત થઈ.

પોલીસ ટીમ ગોડાદરા પહોંચી તપાસ કરતા એક ગાર્ડન પાસે મંદિર નજીક વિદ્યાર્થિની નિરાશાની હાલતમાં બેઠેલી મળી આવી. પોલીસેએ તેને શાંતિથી સમજાવી અને માનસિક સહારો આપ્યો. ત્યારબાદ તેને સુરક્ષિત રીતે પરિવારજનોને સોંપવામાં આવી હતી. આ સાથે પોલીસે વિદ્યાર્થીની અને તેના પરિવારજનોને માર્ગદર્શન અને કાઉન્સેલિંગ પણ આપ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande